નેશનલ

ભારત સાથે તણાવ વચ્ચે Bangaladesh નો પાકિસ્તાનને જડબાતોડ જવાબ, સેના મુદ્દે કહી આ વાત

નવી દિલ્હી: ભારત સાથે તણાવ વચ્ચે બાંગ્લાદેશમાં(Bangaladesh)પાકિસ્તાની સેનાની એન્ટ્રી પર મોહમ્મદ યુનુસ સરકારે એક એવી વાત કહી છે જેનાથી પાકિસ્તાનને આંચકો લાગશે. યુનુસ સરકારે કહ્યું છે કે પાકિસ્તાની સેનાને બાંગ્લાદેશમાં કામ કરવા દેવાની સરકારની કોઈ યોજના નથી.

તેમણે પાકિસ્તાન સાથે નિકટતા વધવાની વાતને પણ નકારી કાઢી છે. બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના પ્રેસ સચિવ શફીકુલ આલમે કહ્યું કે સરકાર તમામ સાર્ક દેશો સાથે સંબંધો સુધારવા માંગે છે અને સરકાર પણ તેના માટે કામ કરી રહી છે.

બાંગ્લાદેશમાં પાકિસ્તાની સેનાને કામ કરવા દેવાની કોઈ યોજના નથી

આપણ વાંચો: ભારતનો બાંગ્લાદેશ સરકારને ઝાટકો, શેખ હસીનાનો પાસપોર્ટ કર્યો રદ તો ભારતે…

સાર્ક આઠ દેશોનો સમૂહ છે. જેનું પૂરું નામ દક્ષિણ એશિયન એસોસિયેશન ફોર રિજનલ કોઓપરેશન છે. તેના સભ્ય દેશો બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા અને અફઘાનિસ્તાન છે.

એક મીડિયા સાથેની મુલાકાતમાં શફીકુલ આલમે કહ્યું કે મોહમ્મદ યુનુસ તમામ સાર્ક દેશો સાથે સારા સંબંધો બનાવવા માંગે છે. જેમાં પાકિસ્તાન પણ સામેલ છે. આ હેઠળ બાંગ્લાદેશ સંબંધો સુધારી રહ્યું છે. પરંતુ યુનુસ સરકારની બાંગ્લાદેશમાં પાકિસ્તાની સેનાને કામ કરવા દેવાની કોઈ યોજના નથી.

શેખ હસીનાનો પાસપોર્ટ રદ કરી દેવામાં આવ્યો

શફીકુલ આલમે એ પણ માહિતી આપી કે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનો પાસપોર્ટ રદ કરી દેવામાં આવ્યો છે. ગયા વર્ષે ઓગસ્ટમાં તખ્તાપલટ બાદ શેખ હસીનાએ પીએમ પદ છોડી દીધું હતું અને ભારત આવ્યા હતા.

આપણ વાંચો: બાંગ્લાદેશના શેખ હસીનાનો પાસપોર્ટ રદ, પૂર્વ પીએમ સહિત અન્યો સામે યુનુસ સરકારની નવી કાર્યવાહી

ત્યારથી તે અહીં છે. જ્યારે શફીકુલ આલમને પણ આ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે યુનુસ સરકારે ભારતને શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી છે. તેમણે કહ્યું કે સરકારને આશા છે કે ભારત આનો જવાબ આપશે.

શફીકુલ આલમે કહ્યું કે શેખ હસીના હત્યા અને લોકોને બળજબરીથી ગુમ કરવા જેવા અનેક મામલામાં વોન્ટેડ છે. આ સિવાય તેમના પર ભ્રષ્ટાચારનો પણ આરોપ છે. તેમણે આરોપ લગાવ્યો કે શેખ હસીનાનો કાર્યકાળ માનવ અધિકારોના ઉલ્લંઘન અને હત્યાઓ માટે જાણીતો હતો. તેણે કહ્યું કે શેખ હસીના માત્ર તેના પિતા શેખ મુજીબુર રહેમાનને પ્રમોટ કરવામાં વ્યસ્ત હતી.

શફીકુલ આલમને પૂછવામાં આવ્યું કે શું મુજીબુર રહેમાનને હવે બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા તરીકે ઓળખવામાં આવશે નહીં અને શું ઇતિહાસના પુસ્તકો પણ ફરીથી લખવામાં આવશે, જેનો તેમણે જવાબ આપ્યો ન હતો. તેમણે કહ્યું, ‘અમે કહ્યું છે કે તેઓ બાંગ્લાદેશના સ્થાપક નેતાઓમાં પણ હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button