ભવિષ્યમાં ભાઉ દાજી લાડ મ્યુઝિયમ આકર્ષણનું કેન્દ્ર બનશે: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ
ર્જીણોદ્ધાર બાદ ડો. ભાઈ દાજી લાડ મ્યુઝિયમનું ઉદ્ઘાટન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોઈપણ શહેરની સમૃદ્ધિ ત્યાં રહેતા શ્રીમંતો દ્વારા જોવામાં આવતી નથી, મોટી ઇમારતો દ્વારા નહીં, પરંતુ તેના સંગ્રહાલયો દ્વારા માપવામાં આવે છે. વિશ્ર્વના તમામ સારા શહેરોમાં મહાન સંગ્રહાલયો છે. એમ જણાવતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભારપૂર્વક કહ્યું હતું કે, તેઓ આટલું મહાન મ્યુઝિયમને ખુલ્લું મૂકીને ખૂબ જ ખુશ છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ર્જીણોદ્ધાર કરાયેલા ડો. ભાઈ દાજી લાડ મ્યુઝિયમનું મુખ્ય પ્રધાન ફડણવીસના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
મ્યુઝિયમ દ્વારા દેશની સંસ્કૃતિ, લોકોના જીવન અને ઈતિહાસ તેમ જ શહેરને જાણી શકાય છે, એમ જણાવતા મુખ્ય પ્રધાન ફડણવીસે ઉમેર્યું હતું કે, મ્યુઝિયમ બનાવવાનો હેતુ જ ભાવિ પેઢીને આપણો ઐતિહાસિક વારસો જોવા મળે તેવો હોય છે.
ભવિષ્યની પેઢીએ અત્યાર સુધી થયેલા વિકાસ અને પરિવર્તનોને સમજવા જરૂરી છે. વિશ્ર્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં સૌથી જૂની સંસ્કૃતિ આજે પણ જીવંત છે. આપણો દેશ સંસ્કૃતિની ખાણ છે. આપણે તેને સાચવવું જોઈએ, એમ મુખ્ય પ્રધાન ફડણવીસે કહ્યું હતું.
આપણ વાંચો: વાલ્મીક કરાડે આત્મસમર્પણ કર્યા બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?
ફડણવીસે કહ્યું હતું કે, ડો. ભાઉ દાજી લાડ વ્યવસાયે ડોક્ટર હતા, પરંતુ તેમણે પોતાનું સમગ્ર જીવન સમાજને સમર્પિત કર્યું હતું. તેમણે આ ઐતિહાસિક વારસાની જાળવણી માટે મૂલ્યવાન કાર્ય કર્યું હતું.
તેમણે આ મ્યુઝિયમમાં ઘણી વસ્તુઓ દાનમાં આપી હતી અને એકઠી કરી હતી. તેમના કાર્યના સન્માનમાં આ સંગ્રહાલયની સ્થાપના 50 વર્ષ પહેલાં થઈ ત્યારે ડો. ભાઉ દાજી લાડનું નામ આપવામાં આવ્યું હતું. આજે 50 વર્ષ પછી તેમના નામનું એ જ મ્યુઝિયમ નવા સ્વરૂપમાં લોકો માટે ખોલવાનો ખૂબ જ આનંદ છે.
આ મ્યુઝિયમ આગામી દિવસોમાં પ્રવાસીઓ માટેનું મોટું આકર્ષણનું કેન્દ્ર બનશે. આ વસ્તુઓ, દુર્લભ ફોટોગ્રાફ્સ દ્વારા લોકોને એક અલગ અનુભવ મળશે એમ જણાવતાં ફડણવીસે આ મ્યુઝિયમના નવીનીકરણ માટે અમુલ્ય યોગદાન આપનાર મુંબઈ મનપાના અધિકારી-કર્મચારીને પણ અભિનંદન આપ્યા હતા.