અમરેલી

ધારીમાં પાણી વાળતા ખેડૂત પર સિંહે હુમલો કર્યો, સીમમાં કામ કરતાં શ્રમિકોમાં ફફડાટ…

અમરેલીઃ જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામમાં વાડીએ પાણી વાળતાં ખેડૂત પર સિંહે હુમલો કર્યો હતો. ખેડૂતને ગંભીર ઈજા પહોંચતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. જેને લઈ સીમમાં કામ કરતાં શ્રમિકો, ખેડૂતોમાં ફફડાટ ફેલાયો હતો.

આ પણ વાંચો : HMPV Effect: સેનિટાઇઝર અને માસ્ક ખરીદી લેજો! અમદાવાદમાં માગ વધી

મળતી વિગત પ્રમાણે, બટુક યાદવ નામના ખેડૂત ખેતરમાં પાણી વાળી રહ્યા હતા તે સમયે અચાનક સિંહે આવીને ખેડૂત પર હુમલો કર્યો હતો. જેમાં તેમને પગના ભાગે તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ખેડૂતને પહેલા ધારી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ વનવિભાગને કરાતા રેન્જ અધિકારી પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. સિંહ હુમલો કરી ક્યાં વિસ્તારમાં ફરી રહ્યો છે તેનું વનવિભાગ દ્વારા સ્કેનિંગ શરૂ કર્યું હતું. તેમજ સિંહને પાંજરે પુરવા માટે અલગ અલગ ટીમો દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. ધોળા દિવસે સિંહ દ્વારા ખેડૂત ઉપર હુમલો કરવાની ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો.

આ પણ વાંચો : ઉત્તરાયણ પર કેન્દ્રિય ગૃહમંત્રી આવશે ગુજરાત, પ્રવાસના રાજકીય મહત્વની ચર્ચા

ઉનામાં મંદિરમાં સિંહ આવી ચઢ્યો

ઉના તાલુકાના એલમપર ગામમાં માંગડા ધાર વિસ્તારમાં માંગડાવાળા દાદાના મંદિરે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા લોકો આવતા હોય છે ત્યારે અચાનક ત્યાં સિંહ આવી ચડતા આસપાસના લોકો આ સિંહને જોવા એકઠા થયા હતા. તેમજ સિંહનો વીડિયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. બાદમાં સિંહ મંદિર પરથી ઉતરી જંગલ તરફ જતો રહ્યો હતો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button