આમચી મુંબઈ

મલાડમાં મંદિરમાંથી દેવીનાં આભૂષણો ચોરનારા બે આરોપી પકડાયા

મુંબઈ: મલાડ પૂર્વમાં આવેલા વૈષ્ણવી દેવી મંદિરમાંથી દેવીના ચાંદીનાં આભૂષણો ચોરનારા બે આરોપીઓને દિંડોશી પોલીસે ૨૪ કલાકમાં ઝડપી પાડ્યા હતા. આરોપીઓની ઓળખ કૃષ્ણકુમાર શ્યામબહાદુર હરિજન (૩૨) અને મૃત્યુંજય સચિદાનંદ રાય (૨૮) તરીકે થઇ હોઇ બંને જણ ઉત્તર પ્રદેશના વતની છે. તેમની પાસેથી આભૂષણો જપ્ત કરાયાં હતાં.

પોલીસના જણાવ્યા અનુસાર મલાડ પૂર્વમાં સુભાષ લેન ખાતે આવેલા વૈષ્ણવી દેવી મંદિરમાં ૧૨ ઑક્ટોબરે આ ઘટના બની હતી, જેને પગલે દિંડોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને પોલીસે તપાસ આદરી હતી. પોલીસે ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા અને ત્યાર બાદ મળેલી માહિતીને આધારે ગુનામાં સંડોવાયેલા બંને આરોપીને કુરાર અને દહિસરથી ઝડપી પાડ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button