સ્પેશિયલ ફિચર્સ

Burj Khalifaના પાયામાં છે એવી ખાસ વસ્તુ જેના પર ટકેલું છે આખું માળખુ…

દુનિયાની સૌથી ઊંચી ઈમારત એટલે ગોલ્ડ સિટીમાં આવેલા બુર્જ ખલીફા (Burjh Khalifa)ને દુનિયાની આઠમી અજાયબી તરીકે ઓળખવામાં આવે છે. આ ઈમારત એન્જિનિયરિંગનું એક આશ્ચર્યજનક ઉદાહરણ પણ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આસમાનમાં વાદળોને સ્પર્શ કરતી આ 163 માળની ઈમારતના પાયામાં એક ખાસ વસ્તુ છે જેના પર આ આખું માળખું ટકી રહ્યું છે. એટલું જ નહીં પણ આ ઈમારત 7.0 તીવ્રતાના ભૂકંપના આંચકા પણ ખમી જાય છે. ચાલો જોઈએ શું છે આ ખાસ વસ્તુ-

બુર્જ ખલિફાની ઉંચાઈ 828 મીટર એટલે કે આશરે 27116.5 ફીટ છે. એટલું જ નહીં પણ આ ઈમારત એફિલ ટાવરથી ત્રણ ગણી લાંબી અને એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગથી લગભગ બે ગણી લાંબી છે. બુર્જ ખલીફા દુનિયાનું સૌથી ઊંચું ફ્રીસ્ટેન્ડિંગ સ્ટ્રક્ચર પણ છે. આ ઈમારતમાં દુનિયામાં સૌથી વધુ માળ છે અને તેમાં આઉટડોર ઓબ્ઝર્વેશન ડેક પણ છે. આ બુર્જ ખલીફામાં જ દુનિયાની સૌથી ઉંચી સર્વિસ લિફ્ટ પણ છે.

આ પણ વાંચો: Burj Khalifa પર એક વીડિયો ચલાવવા માટે કેટલા પૈસા ખર્ચવા પડશે?

બુર્જ ખલીફાના નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલા કોંક્રિટનું વજન એક લાખ હાથીઓ જેટલું હોવાનું કહેવાય છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ ઈમારતના પાયામાં શું ખાસ વસ્તુ છે કે જેના પર આટલું ઊંચું માળખું અડીખમ ટકી રહ્યું છે. તમારી જાણ માટે કે બુર્જ ખલીફાના પાયામાં 12,500 ક્યુબિક મીટર કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ કોંક્રિટને સુપર સ્ટ્રોન્ગ સ્ટીલ રિઈન્ફોર્સમેન્ટ સાથે જોડવામાં આવ્યા છે જેથી તે ભારે દબાણ અને આંચકાઓને સહન કરી શકે.

પાયાને નીચે સુધી મજબૂત બનાવવા માટે 194 પાઈલ્સ સ્તંભ જમીનમાં 50 મીટરની ઉંડાઈ સુધી લગાવવામાં આવ્યા છે. પાઈલ્સ જમીનના સખત પથરાળ ભાગ સુધી પહોંચે છે અને એને કારણે આ ઈમારતને સ્થિરતા મળે છે. બુર્જ ખલીફાના પાયાને ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવે છે જેથી ભૂકંપ, તેજ પવન અને તીવ્રમાં તીવ્ર આંચકાઓ સહન કરી શકે છે.

આ પણ વાંચો: દુબઈ મેં યે નહીં દેખા તો કુછ નહીં દેખા…

પાયાના પાઈલ્સ પર એક ખાસ પ્રકારની પોલિથિન કોટિંગ કરવામાં આવી છે, જે એને ભેજ અને કાટ લાગતા બચાવે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે બુર્જ ખલીફાના પાયાને તૈયાર કરવામાં એન્જિનિયરિંગની હાઈટેક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે એને વધારે અદ્ભૂત બનાવે છે. આ સિવાય બુર્જ ખલીફાનો આકાર વાય શેપનો છે એને મજબૂત બની રહેવામાં મદદ કરે છે. આ ઈમારતની ડિઝાઈન જ તેને જોરથી ફૂંકાતા પવન સાથે રક્ષણ આપે છે.

છે ને એકદમ કામની અને માહિતીસભર ઈન્ફોર્મેશન, તમે પણ તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે આ માહિતી શેર કરીને એમના જ્ઞાનમાં અભિવૃદ્ધિ ચોક્કસ કરજો હં ને?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button