નેશનલ

Delhi Assembly Election:સીએમ હાઉસની બહાર આપ નેતા અને પોલીસ વચ્ચે વિવાદ, ભાજપે નિંદા કરી કહ્યું અરાજકતા…

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી(Delhi Assembly Elections)દરમિયાન મુખ્યમંત્રી આવાસ મુદ્દે રાજકીય વિવાદ વધી ગયો છે. જેમાં આજે આમ આદમી પાર્ટી ના રાજ્યસભા સાંસદ સંજય સિંહ, મંત્રી સૌરભ ભારદ્વાજ અને પાર્ટીના અન્ય નેતાઓ સીએમ હાઉસ પહોંચ્યા હતા. તેમની સાથે મીડિયા પણ હાજર હતું. આ દરમિયાન પોલીસે દિલ્હી હાઉસની બહાર ભીડને અટકાવી અને બેરિકેડ લગાવી દીધા હતા. તેમજ પોલીસે કોઈને બેરિકેડિંગ ઓળંગવા દીધા ન હતા જેના કારણે વિવાદ થયો.આપ નેતાઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ પણ વાંચો : કૉંગ્રેસ હેડક્વાર્ટરનું સરનામું બદલાયું, સમય બદલાશે? દિલ્હીની ચૂંટણી પર મદ્દાર

જોકે, ભાજપે આમ આદમી પાર્ટી પર મુખ્ય મંત્રીના બંગલાની બહાર તૈનાત દિલ્હી પોલીસ કર્મચારીઓ સાથે તેના નેતાઓના વિવાદ બાદ પ્રહારો કર્યા હતા. ભાજપે તેને અરાજકતા ગણાવી હતી.

અરાજકતાનું સ્પષ્ટ પ્રદર્શન

આ અંગે ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ મીડિયા એજન્સીએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારના સ્મારકની વાસ્તવિકતા લોકો સમક્ષ આવી રહી છે. આજે જે ઘટનાઓ સામે આવી રહી છે અને આપના સાંસદ સંજય સિંહ અને દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજ દ્વારા દર્શાવવામાં આવી રહેલી વિશેષતાઓ તેઓ ગમે તે કરે તેઓ આનાથી દૂર નહિ રહી શકે. અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચારના સંગ્રહાલય શીશ મહેલને બચાવો આજે તેઓએ જે કંઈ કર્યું છે તે અરાજકતાનું સ્પષ્ટ પ્રદર્શન છે

સીએમ હાઉસમાં અત્યાધુનિક સુવિધાઓ છે

આ દરમિયાન આપ નેતાઓએ કહ્યું કે ભાજપ દાવો કર્યો છે કે સીએમ હાઉસમાં અત્યાધુનિક સુવિધાઓ છે. જો તેમ હોય તો આ સુવિધાઓ જાહેરમાં બતાવવી જોઈએ. તેમણે કહ્યું કે તે આ સુવિધાઓ જોવા આવ્યો હતો અને મીડિયાને પણ પોતાની સાથે લાવ્યો હતો.

ભાજપના નેતાઓને સીએમ હાઉસ બતાવવા માંગે છે

પોલીસે લોકોને દિલ્હી હાઉસની બહાર રોકવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ વિવાદ વધુ વકર્યો. આપ નેતાઓએ આરોપ લગાવ્યો કે તેમને ઉપરથી આદેશ આપીને રોકવામાં આવી રહ્યા છે. આ પછી આપ નેતાઓ રસ્તા પર બેસી ગયા અને વિરોધ કરવા લાગ્યા. સૌરભ ભારદ્વાજે કહ્યું કે તેઓ ભાજપના નેતાઓને સીએમ હાઉસ બતાવવા માંગે છે અને તેઓ પીએમ હાઉસની પણ મુલાકાત લેશે જેથી ત્યાંની સુવિધાઓ પણ જોઈ શકાય.

આ પણ વાંચો : ‘નિવૃત ન્યાયાધીશોના પેન્શન માટે રાજ્યો પાસે પૈસા નથી…’ સુપ્રીમ કોર્ટે સરકારોને ફટકાર લગાવી

પીડબલ્યુડી વિભાગે બંગલાનો કબજો કેમ લીધો

ભારદ્વાજે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપના નેતાઓ નર્વસ છે. તેમણે સવાલ કર્યો કે કયા આદેશ હેઠળ સીએમ હાઉસ બંધ કરવામાં આવ્યું અને પીડબલ્યુડી વિભાગે બંગલાનો કબજો કેમ લીધો. તેમણે કહ્યું કે સીએમ હાઉસની અંદર શું થઈ રહ્યું છે તે દિલ્હી ચૂંટણીમાં મુદ્દો બનશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button