ICC test ranking: રિષભ પંતનો ટોપ 10માં પ્રવેશ, વિરાટ-રોહિત વધુ એક ફટકો લાગ્યો
મુંબઈ: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉંસિલ (ICC) એ બુધવારે નવી ટેસ્ટ રેન્કિંગ (Test Ranking) જાહેર કરી છે, જેમાં ભારતના વિકેટકીપર બેટર રિષભ પંત(Rishabh Pant)ને ફાયદો થયો છે. રિષભને ટોપ 10 બેટર્સમાં સ્થાન મળ્યું છે, ટોપ 10 બેટર્સમાં પંત એકમાત્ર વિકેટકીપર બેટર છે. ઓસ્ટ્રેલીયા સામેની સિડની ટેસ્ટની બીજી ઇનિંગમાં રિષભે 33 બોલમાં 61 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી અને પ્રથમ ઇનિંગમાં પણ તેણે 40 રન બનાવ્યા હતા. આ પરફોર્મન્સને કારણે તેને ત્રણ સ્થાનનો ફાયદો થયો છે. પંત હાલમાં 739 રેટિંગ પોઈન્ટ સાથે રેન્કિંગમાં નવમા ક્રમે છે.
આ પણ વાંચો: ICC Test Ranking: યશસ્વી જયસ્વાલને ફાયદો, ટ્રેવિસ હેડ નુકશાન, આ ખેલાડી નં.1…
આ ખેલાડી ટોચ પર:
ICC દ્વારા જાહેર કરવામાં આવેલી ટેસ્ટ રેન્કિંગમાં ઈંગ્લેન્ડનો જો રૂટ ટોચ પર છે, તેની પાસે 895 રેટિંગ પોઈન્ટ છે. રૂટ પછી ઈંગ્લેન્ડનો હેરી બ્રુક 876 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, ન્યુઝીલેન્ડનો કેન વિલિયમસન 867 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. ભારતનો યશસ્વી જયસ્વાલ ટોપ 10 બેટ્સમેનોની રેન્કિંગમાં ચોથા સ્થાને છે, તેણી પાસે 847 રેટિંગ પોઈન્ટ છે.
સ્કોટ બોલેન્ડે મોટી છલાંગ લગાવી:
સિડની ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચ રહેલા ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર સ્કોટ બોલેન્ડે 29 સ્થાનની છલાંગ લગાવી છે. તે બોલિંગ રેન્કિંગમાં 745 રેટિંગ પોઈન્ટ સાથે ભારતના રવિન્દ્ર જાડેજા સાથે નવમા સ્થાને છે. સિડની ટેસ્ટની બીજી ઈનિંગમાં છ વિકેટ સહિત તેણે મેચમાં 10 વિકેટ ઝડપી હતી.
રોહિત અને વિરાટ પાછળ હટ્યા:
ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને ફરી એકવાર નુકસાન થયું છે. રોહિત હવે બે સ્થાન નીચે 42મા સ્થાને પહોંચી ગયો છે., હાલમાં તેના 554 રેટિંગ પોઈન્ટ છે. કોહલી 24માં સ્થાનેથી 27માં સ્થાને સરકી ગયો છે. તેની પાસે 614 રેટિંગ પોઈન્ટ છે.