આપણું ગુજરાત

વીમાની રકમ લેવા પોતાના ચોકીદારને જ જીવતો સળગાવ્યોઃ ધનપુરામાં ક્રાઈમ પેટ્રોલના એપિસૉડ જેવો કિસ્સો…

પાલનપુર: 27 ડિસેમ્બરના રોજ વડગામના ધનપુરા નજીક એક કારમાં બળેલી હાલતમાં એક માનવ કંકાલ મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં તો આ અકસ્માત હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ અંતે આખી ઘટનાના મૂળમાં એક ષડ્યંત્ર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આખી ઘટનાની વિગતો જાણીને તમને થઈ જશે કે જાણે ક્રાઇમ પેટ્રોલ શોનો કોઇ એપિસોડ હોય. આ ષડયંત્રમાં સવા કરોડનો વીમો પકવવા માટે પોતાના જ ચોકીદારને મોતને ઘાટ ઉતારીને કારમાં સળગાવી દેવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો : WATCH: અંકલેશ્વર નજીક ગોઝારો અકસ્માત; પરિવારના 3 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ

બનાસકાંઠા જિલ્લાની સળગેલી કાર અને તેમાંથી મળેલા માનવ કંકાલના કેસમાં પોલીસને વધુ એક સફળતા મળી હતી. વીમો પકવવા આખું તરકટ રચનાર અને છેલ્લા 10 દિવસથી આગ્રા, મથુરા અને અયોધ્યા નસતા ભાગતા ફરતા દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ રાજપૂતને બનાસકાંઠા એલસીબી ટીમે દબોચી લીધો હતો. પૂછપરછ દરમિયાન તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે તેની હોટલમાં નુકસાન જતું જોઇ આથી તેણે સવા કરોડનો વીમો ઉતરાવ્યો હતો અને તેને પકવવા માટે આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તેમણે ચોકીદાર રેવાભાઈને દારૂ પીવડાવીને નશામાં ચકચૂર કરી દેવામા આવ્યા અને ત્યારબાદ નજીકની એક ઓરડીમાં લઈ જઈને એક સ્ટવ ચાલુ કરી તેની પર રેવાભાઈના મૃતદેહનું મોઢું બાળી નાખ્યું, જેથી કરીને તેના ચહેરાની ઓળખના થઈ શકે. બાદમાં તેની હત્યા કરી દેવામાં આવી. ત્યારબાદ તેના મૃતદેહને કારની અંદર સળગાવી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : એચએમપીવી સામે લડવા અમદાવાદ સિવિલની કેવી છે તૈયારી? જાણો વિગત…

ભેમાજીની કબૂલાતે ભાંડો ફૂટ્યો

ત્યારબાદ પોલીસે આ કેસની તપાસ કરી હતી અને આ દરમિયાન સામે આવ્યું કે કારને અંદરથી નહિ પણ બહારથી જ્વલનશીલ પદાર્થો છાંટીને સળગાવી દેવામાં આવી હતી. આથી પોલીસને આ ઘટના અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ CCTVની તપાસમાં પોલીસે અમુક શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. જેમાંથી ભેમાજી રાજપૂતે કબૂલાત કરી લેતા સમગ્ર ઘટનામાં આરોપીનો ભાંડો ફૂટી ગયો હતો. આરોપીએ પોતાનું મોત હોવાનું ઉપજાવી કાઢીને વીમો પકવવા અને પૈસા કમાવવા માટે ષડયંત્ર રચ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button