દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો ફેરફાર; જાણો ગુજરાતમાં કેટલો ભાવ?
નવી દિલ્હી: આજે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર (Petrol Price Today) કરવામાં આવ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ દેશના મુખ્ય શહેરો દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં પેટ્રોલ અને ડીઝલ (Diesel Price Today)માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે, દેશના ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું છે, જ્યારે કેટલાક શહેરોમાં તેની કિંમતોમાં વધારો થયો છે.
Also read: ચૂંટણી પહેલાં સરકારે ભર્યું મોટું પગલું, પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડતા વાહનચાલકોને રાહત
ગુજરાતમાં કેટલો ભાવ?
અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 94.70, જ્યારે ડીઝલનો ભાવ 90.38 છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 96.10, જ્યારે ડીઝલનો ભાવ 91.77, સુરતમાં પેટ્રોલનો ભાવ 94.49, જ્યારે ડીઝલનો ભાવ 90.18, વડોદરામાં પેટ્રોલનો ભાવ 94.23, જ્યારે ડીઝલનો ભાવ 89.90 રહ્યો છે.
ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
-દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.65 અને ડીઝલ રૂ. 89.82 પ્રતિ લીટર
-મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર
-ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
-કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર
કયા શહેરોમાં બદલાયા દરો?
- નોઈડામાં પેટ્રોલ 94.77 રૂપિયા અને ડીઝલ 87.89 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
- લખનૌમાં પેટ્રોલ 94.65 રૂપિયા અને ડીઝલ 87.81 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
- શ્રીનગરમાં પેટ્રોલ 99.70 રૂપિયા અને ડીઝલ 84.82 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.