રોહિત શર્માનું ટેસ્ટ કરિયર ખતમ! BCCI મોટો નિર્ણય લઇ શકે છે, જાણો શું છે અહેવાલ
મુંબઈ: ઇન્ડિયન ક્રિકેટ ટીમ(Indian Cricket Team)ને ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ સિરીઝમાં નિરાશાજનક હાર મળી. ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમિયાન ભારતીય બેટર્સનું પ્રદર્શન આંતરાષ્ટ્રીય કક્ષાનું ના લાગ્યું, ખાસ કરીને વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનીયર ખેલાડીઓ તેમના નામ અને પ્રતિભા પ્રમાણે પ્રદર્શન ન કરી શક્યા. સિરીઝ બાદ રોહિત શર્માના ટેસ્ટ કરિયર અંગે સવાલો ઉઠવા (Rohit Sharma Retirement) લાગ્યા છે. અહેવાલું અનુસાર BCCI રોહિત શર્માની નિવૃત્તિ અંગે નિર્ણય લઈ શકે છે.
કેપ્ટનશીપ અંગે પણ સવાલ:
ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાને મળી રહેલી સતત હારને કારણે રોહિતની કેપ્ટનશીપ અંગે પણ સવાલો ઉઠવા લાગ્યા છે. ડ્રેસિંગ રૂમમાં તણાવની ચર્ચાઓ થઇ રહી છે, આર અશ્વિને સિરીઝની મધ્યમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. રોહિત શર્માએ સિરીઝની છેલ્લી મેચમાં ડ્રોપ લીધો હતો હતો. હવે તેની નિવૃત્તિ અંગે ચર્ચાએ જોર પકડ્યું છે.
અજીત અગરકરના હાથમાં નિર્ણય:
જો કે સિડની ટેસ્ટ મેચ દરમિયાન રોહિત શર્માએ હજુ તે હજુ ટેસ્ટ ક્રિકેટ રમશે, તે ટેસ્ટ ક્રિકેટ છોડી રહ્યો નથી, પરંતુ એક અહેવાલ મુજબ BCCIના ચીફ સિલેક્ટર અજીત અગરકર અને વચગાળાના સચિવ દેવજીત સૈકિયા રોહિત અંગે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. અહેવાલ મુજબ, BCCI સેક્રેટરી દેવજીત સૈકિયા ઈન્ડિયા ટીમ મેનેજમેન્ટ અને ચીફ સિલેક્ટર સાથે બેઠક કરી શકે છે, જેમાં BGTમાં ટીમના પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવશે. આ સાથે ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માના ભવિષ્ય અંગે પણ ચર્ચા થશે.
Also read: રોહિત શર્માએ નિવૃત્તિ પર કરી સ્પષ્ટતા, કહ્યું કે…..
એહેવાલ મુજબ રોહિત શર્માના ભવિષ્ય અંગેનો અંતિમ નિર્ણય અજીત અગરકર પર જ નિર્ભર છે. ટીમ ઈન્ડિયાની આગામી ટેસ્ટ સિરીઝ ઈંગ્લેન્ડ સાથે છે, જે જૂનના અંતમાં શરૂ થશે. આ પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી કેવી રીતે ફોર્મ પરત મેળવશે કરશે તે પણ એક પ્રશ્ન છે, કેમ કે એ પહેલા ખેલાડીઓ ચેમ્પિયન્સ ટ્રોફી અને IPL જેવી ટુર્નામેન્ટમાં વ્યસ્ત હશે.