નેશનલ

‘નિવૃત ન્યાયાધીશોના પેન્શન માટે રાજ્યો પાસે પૈસા નથી…’ સુપ્રીમ કોર્ટે સરકારોને ફટકાર લગાવી

નવી દિલ્હી: ગઈ કાલે મંગળવારે સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોના પગાર અને નિવૃત્તિ બાદ પેન્શન અંગે રાજ્ય સરકારોને (Supreme court about Judges pension) ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે વિવિધ રાજ્યોની આર્થિક યોજનાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, જેઓ કોઈ કામ નથી કરતા તેમના માટે રાજ્ય પાસે પૈસા છે, પરંતુ જ્યારે જિલ્લાના ન્યાયાધીશોના પગાર અને પેન્શન આપવાની વાત આવે છે ત્યારે, સરકારો નાણાકીય કટોકટીનો દાવો કરે છે.

એટર્ની જનરલ આર વેંકટરામણીએ દલીલ કરી કે ન્યાયિક અધિકારીઓના પગાર અને રીટાયરમેન્ટ બેનીફીટ અંગે નિર્ણય લેતી વખતે સરકારે નાણાકીય અવરોધો ધ્યાનમાં લેવા પડશે, ત્યાર બાદ જસ્ટિસ બીઆર ગવઈ અને ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે આ મૌખિક અવલોકનો કર્યા હતાં.

ચૂંટણી આવે કે તરત:
રિપોર્ટ અનુસાર, બેન્ચે કહ્યું કે જેઓ કોઈ કામ નથી કરતા તેમના માટે રાજ્ય સરકારો પાસે પૈસા છે. ચૂંટણી આવે કે તરત જ તમે લાડલી બહિન અને અન્ય નવી યોજનાઓની જાહેરાત કરો છો, જેમાં તમે લોકોને નિશ્ચિત રકમ આપો છો. દિલ્હીમાં કોઈ પાર્ટીએ જાહેરાત કરી છે કે જો તે સત્તામાં આવશે તો 2500 રૂપિયા આપશે.

Also read:“આમુખમાં પરિવર્તન થઈ શકે” સંસદના અધિકારો અંગે સુપ્રીમ કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણી…

સરકારની દલીલ:
સરકારનું પ્રતિનિધિત્વ કરતા એટર્ની જનરલ આર વેંકટરામણીએ કહ્યું કે નાણાકીય બોજની ખરેખર ચિંતાઓને ધ્યાનમાં રાખવી જોઈએ. સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે ઓલ ઈન્ડિયા જજ એસોસિએશન દ્વારા 2015માં રિટાયર્ડ જજોના પેન્શન અંગે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી ચાલી રહી હતી. અગાઉ, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એ દયનીય છે કે હાઇકોર્ટના કેટલાક નિવૃત્ત ન્યાયાધીશોને 10,000 થી 15,000 રૂપિયાની વચ્ચે પેન્શન મળી રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button