અમદાવાદ

પાન-મસાલા અને તમાકુનાં ડિલરો પર જી.એસ.ટી.ની ટીમ ત્રાટકી: રૂ. 9.22 કરોડની કરચોરી ઝડપી…

અમદાવાદઃ ગુજરાતમાં જીએસટીની ચોરી કરતા વેપારીઓ પર સ્ટેટ જીએસટી વિભાગે સકંજો કસ્યો છે, સ્ટેટ જી.એસ.ટી.વિભાગ દ્વારા કરચોરોને નિશાન બનવાઈ રહ્યા છે અને રાજયમાં ઠેર-ઠેર દરોડા પાડી કરોડો રૂપિયાની કરચોરી ઝડપી લેવામાં આવી રહી છે. આ દરમિયાન જી.એસ.ટી.વિભાગે પાન-મસાલા અને તમાકુંનાં ડિલરોને ત્યાં દરોડા પાડી કરોડો રૂપિયાની કરચોરી ઝડપી લીધી હતી.

જીએસટી વિભાગની અલગ અલગ ટીમ ચાંગોદર અને એસજી હાઇવે પરના ડીલરોને ત્યાં તપાસમાં નીકળી હતી. પાનમસાલા અને તમાકુના ઉત્પાદકો અને વેપારીઓના ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી. વેપારીઓ દ્વારા બિલ વગર જ બરોબર પાનમસાલા અને તમાકુનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમીના આધારે આ વેપારીઓને ત્યાં કેટલાક દિવસથી તપાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Kutch માં બોરવેલમાં પડેલી યુવતી આખરે જિંદગીની જંગ હારી ગઈ

જેમાં ચાંગોદરમાં ફ્લેવર્ડ ઈલાયચી અને ઈલાયચી યુક્ત પાનમસાલાના ઉત્પાદકો, ગોડાઉન અને ઓફિસમાં પણ કે વેચાણો થયેલા છે તેના હિસાબો તપાસવામાં આવ્યા હતા. જે પણ વેચાણો થયેલા છે તેના બિલો બન્યા છે કે બિલ વગર વેચાણ થયા છે તે વિગતો તપાસવામાં આવી હતી.

મળતી વિગતો મુજબ સ્ટેટ જીએસટી વિભાગે ચોક્ક્સ બાતમી અને સર્વેલન્સના આધારે 2 જાન્યુઆરી 2025ના રોજ ચાંગોદર અને એસ.જી.હાઈવે સહિત અમદાવાદમાં 10 સ્થળોએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રોકડના વ્યવહારો દ્વારા બિનહિસાબી વેચાણ, બિનહિસાબી સ્ટોક અને બિન નોંધાયેલ ડીલર જેવી ઘણી ગેરરીતિઓ શોધી કાઢવામાં આવી હતી. નોંધાયેલ કરદાતાઓ અને બિન નોંધાયેલ ડીલરોને ત્યાંથી લગભગ રૂ।.9.22 કરોડની કરચોરી મળી આવી હતી. આ કરચોરીની રકમ કસુરદારો દ્વારા સ્વીકારી અને ચૂકવવામાં આવી છે. જીએસટી વિભાગની આ કાર્યવાહીથી પાન મસાલા અને તમાકુનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button