Eiffel Tower ના ટોપ પર છે આ સિક્રેટ રૂમ, બધાને નથી એન્ટ્રી, જાણો શું છે આ રૂમનું સિક્રેટ?
પેરિસમાં આવેલું એફિલ ટાવર (Eiffel Tower)એ સૌથી જાણીતું અને પ્રેમીઓમાં ખૂબ જ પ્રખ્યાત સ્થળ છે. દરરોજ હજારો-લાખોની સંખ્યામાં પર્યટકો આ ટાવરની મુલાકાત લેવા માટે આવે છે. એફિલ ટાવરની મુલાકાત લેવા માટે દરેક જણ ખૂબ જ ઉત્સાહિત હોય છે પછી એ પહેલી વખત પેરિસ આવી રહ્યો હોત કે અનેક વખત આ જગ્યાની મુલાકાત લઈ ચૂક્યા હોય. પરંતુ શું તમને ખબર છે કે એફિલ ટાવરના ટોપ પર એક સિક્રેટ રૂમ આવેલો છે? આ રૂમમાં બધાને જવાની પરવાનગી નથી હોતી. ચાલો તમને જણાવીએ આ રૂમ વિશે-
આ પણ વાંચો : 2025માં શેરબજારમાં સંભાળજો નહીંતો…. લાખના બાર હજાર થઇ જશે
જો તમે પણ એફિલ ટાવરની મુલાકાત લીધી છે કે લેવાના છો તો તમને ખરેખર આ વાત જાણીને આંચકો લાગશે કે આ ટાવર પર એક સિક્રેટ રૂમ આવેલો છે, જેના વિશે ખૂબ જ ઓછા લોકોને જાણ છે. એક વેબસાઈટ પર કરવામાં આવેલા દાવા અનુસાર આ એફિલ ટાવરમાં બલ્બની શોધ કરનારા સાયન્ટિસ્ટ થોમસ એડિસન રહી ચૂક્યા છે. મળતી માહિતી મુજબ ગુસ્તાવ એફિલ જ્યારે આ ટાવરની ડિઝાઈન કર્યું ત્યારે ટોપ પર તેમણે પોતાના માટે એક પ્રાઈવેટ એપાર્ટમેન્ટ બનાવ્યું હતું.
આ એપાર્ટમેન્ટમાં રહેવા વિશે લેખક હેન્રી ગિરાર્ડે પોતાના પુસ્તક લા ટૂર એફિલ ડે ટ્રોઈસ સેન્ટ મીટર્સમાં લખ્યું છે. આ પુસ્તક અનુસાર એફિલ પોતાના આ એપાર્ટમેન્ટમાં રહેવાની કોઈને પરવાનગી નહોતા આપતા. જોકે, એક વખત તેમણે થોમસ એડિસનને આ એપાર્ટમાં રહેવા માટે આમંત્રિત કર્યા હતા. અહીંથી પેરિસનો ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે. આ રૂમની અંદર જવાની કોઈને પરવાનગી નથી, પરંતુ ટૂર ગાઈડની મદદથી તમે એને બહારથી જોઈ શકાય છે.
આ પણ વાંચો : Health tips: રસ્તા પર દેખાતા પીળા ફૂલ આ રોગો માટે છે સંજીવની
વાત કરીએ આ રૂમની તો આ રૂમની કલરથીમ બ્રાઉન છે અને એમાં સુંદર કાર્પેટ, ટેબલ ચેર વગેરે સામાન રાખવામાં આવ્યો છે. એફિલ ટાવર દુનિયામાં એન્ટ્રી ફીની સાથે સૌથી વધુ જોવાતું સ્મારક બની ચૂક્યું છે. 2015માં 6.92 મિલિયન લોકોએ અહીંની મુલાકાત લીધી હતી. 1964માં એક ઐતિહાસિક સ્મારક જાહેર કરવામાં આવ્યું અને 1991માં તેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમામેલ કરવામાં આવ્યું. આ ટાવરની લંબાઈ 330 મીટર જેટલી છે.