મનોરંજન

આ છે 2024ની સૌથી લોહિયાળ ફિલ્મ, વહ્યું 300 લિટર લોહી, એક્ટરની આંખ માંડ માંડ બચી…

ભારતમાં વર્ષ 2024માં કલ્કિ, સ્ત્રી ટુ થી લઈને પુષ્પા ટુ જેવી અનેક ફિલ્મો આવી અને ચર્ચામાં પણ રહી. પરંતુ આ સાથે જ આ વર્ષે એવી ફિલ્મ પણ આવી કે જેના એક્શન સીન અને કલેક્શન ખૂબ જ ચર્ચામાં રહ્યા. આ ફિલ્મ વિશે એટલી બધી વાતો અને ચર્ચાઓ થઈ કે ફેન્સ એકદમ આતુર થઈ ગયા આ ફિલ્મને ઓટીટી પર જોવા માટે. ચાલો જાણીએ કઈ છે આ ફિલ્મ અને તે કેમ આટલી ખાસ છે…

અહીં વાત થઈ રહી છે ફિલ્મ માર્કો (Marco)ની. આ ફિલ્મને 2024ની સૌથી લોહિયાળ ફિલ્મ ગણાવવામાં આવી હતી. ફિલ્મમાં એટલી બધી હિંસા હતી કે એનિમલ અને કિલ જેવી ફિલ્મો પણ પાછળ રહી ગઈ. ફિલ્મમાં જેટલું દમદાર એક્શન હતું એટલું જ દમદાર કલેક્શન પણ કર્યું.

આપણ વાંચો: મેળામાં ફિલ્મો બતાવનાર છોકરો ધનંજય મુંડેનો ખાસ કેવી રીતે બન્યો? કોણ છે વાલ્મીક કરાડ?

હાલમાં જ ફિલ્મમાં લીડ રોલ કરનારા એક્ટર ઉન્ની મુકુંદને જણાવ્યું હતું કે કઈ રીતે દેશની સૌથી વાયોલન્ટ ફિલ્મ માર્કોમાં 300 લીટર લોહીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પણ તેમની આંખની રોશની પણ છિનવાઈ જવાની હતી પરંતુ તેમણે આ ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરી અને તેઓ ખૂબ જ ખુશ છે કે તેમની આ મહેનત સફળ થઈ છે.

એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં ઉન્ની મુકુંદનને જણાવ્યું કે માર્કો બનાવવામાં 250થી 300 લિટર લોહી વહાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં પણ તેમણે એવું પણ જણાવ્યું હતું કે કોઈ પણ ફિલ્મમાં લોહી દેખાડવા માટે એક કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે જે સાકરમાંથી બનાવવામાં આવેલું હોય છે.

એટલું જ નહીં આ કેમિકલ મીઠું અને ચિકટ હોય છે. જો કોઈ હીરો ડાયાબિટીસનો દર્દી હોય તો તેમણે આવી ફિલ્મ કરવાથી બચવું જોઈએ એવું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.

આપણ વાંચો: શાહરૂખ ખાનની બે બ્લોકબસ્ટર ફિલ્મો જેટલી ‘પુષ્પા 2’ની કમાણી, જાણો આંકડા

માર્કોના એક્ટરે જણાવ્યું હતું કે બીજા શબ્દોમાં કહીએ તો આ કેમિકલ ખૂબ જ હાનિકારક પણ છે. મને ખૂબ જ મુશ્કેલી પડી. મારી આંખોમાંથી લોહી વહેતું દેખાડવાના સીનમાં આ પ્રકારના કેમિકલનો ઉપયોગ મારી આંખોમાં પણ થયો. જે મારા માટે ખુબ જ પીડાદાયક હતું. મને આંખોમાં દુઃખાવો અને બળતરા બંને થઈ રહી હતી. બાદમાં મારા ડોક્ટરે મને જણાવ્યું કે આ કેમિકલ મારી આંખોની રોશની છિનવી લીધી હોત, મારી આંખો ખરાબ થઈ ગઈ હોત.

માર્કો એક મલાયલમ ફિલ્મ છે જે 2024માં રિલીઝ થઈ હતી અને તે આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ હતી. આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થઈ હતી અને 18 દિવસમાં જ આ ફિલ્મ 90 કરોડની કમાણી કરી લીધી હતી. ટૂંક સમયમાં જ આ ફિસ્મ 100 કરોડ ક્લબમાં સામેલ થઈ જશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button