આપણું ગુજરાત

અમદાવાદ, સુરતની સગર્ભા અને ધાત્રી માતાઓ આ સરકારી યોજનાનો લાભ લેવામાં મોખરે, મળે છે 12 હજારની સહાય

અમદાવાદઃ રાજ્યમાં સગર્ભા બહેનો અને નવજાત બાળકોને શ્રેષ્ઠત્તમ સેવાઓ મળે તે માટે રાજ્ય સરકારના સતત પ્રયત્નો છે. રાજ્યના નવજાત બાળકોને પોષણયુક્ત આહાર ઉપલ્બધ કરાવવા તેમજ રાજ્યમાં બાળ અને માતા મૃત્યુદરમાં ઘટાડો કરવાના ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ના બજેટમાં નમોશ્રી યોજના શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. એપ્રિલ-૨૦૨૪ થી સમગ્ર રાજ્યમાં શરૂ થયેલ નમો શ્રી યોજના ફક્ત ૯ મહિનામાં રાજ્યની ૩.૧૧ લાખ સગર્ભા અને ધાત્રી માતાઓએ લાભ લીધો છે. તેમને અંદાજિત રૂ. ૭૧ કરોડથી વધુની નાણાકીય સહાય DBT દ્વારા ચૂકવવામાં આવી હતી. સગર્ભા તથા ધાત્રી બહેનોને તબક્કાવાર વર્ષે રૂ. ૧૨ હજારની સહાય ચૂકવાય છે.

આ પણ વાંચો: હવે રાશનની સાથે મળશે 1,000 રૂપિયા! જાણો કોને મળશે સરકારી યોજનાનો લાભ?

લાભાર્થીઓની સંખ્યાની દ્રષ્ટિએ અમદાવાદ, સુરત, રાજકોટ, દાહોદ અને બનાસકાંઠા ક્રમશ: અગ્રેસર રહ્યાં હતા. જેમાં અમદાવાદ જિલ્લામાં ૩૧,૯૧૮ માતાઓને કુલ રૂ. ૭.૩૫ કરોડ, સુરત જિલ્લાની ૨૭,૩૫૩ માતાઓને કુલ રૂ.૬.૨૪ કરોડ, રાજકોટ જિલ્લાની ૨૦,૫૧૭ માતાઓને કુલ રૂ. ૪.૭૮ કરોડ, દાહોદ જિલ્લાની ૧૮,૩૯૪ માતાઓને કુલ રૂ. ૪.૦૪ કરોડ અને બનાસકાંઠા જિલ્લાની ૧૫,૭૬૧ સગર્ભા અને ધાત્રી માતાઓને કુલ રૂ. ૩.૫૩ કરોડની નાણાકીય સહાય DBT મારફતે નમોશ્રી યોજના અંતર્ગત ચૂકવાઇ હતી.

આ પણ વાંચો: PM Modiએ કોને પૂછ્યું કે સરકારી યોજનાઓ પહોંચે છે કે નહીં

ગુજરાતમાં દર વર્ષે અંદાજિત ૧૨ લાખ જેટલા નવજાત બાળકોના જન્મ થાય છે. આ તમામ બાળકોને તથા સગર્ભા અને ધાત્રી માતાઓને પૂરતા પ્રમાણમાં પોષણ આપવા માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. નમો શ્રી યોજનામાં સગર્ભાવસ્થાની નોંધણી, ગર્ભાવસ્થાનાં ૬ માસ પુર્ણ થયા બાદ, સંસ્થાકીય પ્રસુતી સમયે તથા બાળકનું સંપુર્ણ રસીકરણ બાદ તબક્કાવાર કુલ રૂ. ૧૨,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવે છે. પ્રથમ તેમજ દ્વિતીય ગર્ભાવસ્થા માટે જ નમો શ્રી યોજનાનો લાભ મળવાપાત્ર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button