Mahakunbh 2025 : મહાકુંભમાં બુલંદ કરાશે સનાતન બોર્ડનો મુદ્દો, 27 જાન્યુઆરીએ ધર્મ-સંસદનું આયોજન…
પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2025ના(Mahakumbh 2025)આયોજનની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. જેમાં 13 જાન્યુઆરીથી યોજાનાર મહાકુંભ માટે ઋષિ-મુનિઓનું આગમન શરૂ થઈ ગયું છે. જેમાં 27મી જાન્યુઆરીના રોજ મહાકુંભમાં ધર્મ સંસદનું આયોજન કરવામાં આવશે. જેમાં દેશભરના અગ્રણી ઋષિ-મુનિઓ ભાગ લેશે. આમાં ચાર પીઠોના શંકરાચાર્ય અને 13 અખાડાઓના વડાઓ પણ સામેલ થશે.
આ પણ વાંચો : Mahakumbh 2025: મહાકુંભમાં શાહી સ્નાન દરમિયાન શ્રદ્ધાળુઓ માટે કરવામાં આવી આ વિશેષ સુવિધા…
અમારો હેતુ સનાતનને બચાવવાનો
આ અંગે અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત રવીન્દ્ર પુરીએ મીડિયાને જણાવ્યું હતું કે દેશમાં સનાતન બોર્ડની રચના અંગે ધર્મ સંસદ દરમિયાન ચર્ચા કરવામાં આવશે.સનાતન બોર્ડની રચનાનો પ્રસ્તાવ ધર્મ સંસદમાં પસાર કરવામાં આવશે અને આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે અમારો હેતુ સનાતનને બચાવવાનો છે.
વક્ફ બોર્ડને લઈને સવાલ ઉઠાવ્યો
તેમણે કહ્યું કે સમગ્ર ભારતમાં વક્ફ બોર્ડની ચર્ચા થઈ છે. તેમણે કહ્યું કે હાલમાં જ એક નિવેદન સામે આવ્યું છે જેમાં મુસ્લિમો કહે છે કે આ જમીન અમારી પણ છે. એટલા માટે અમે 27મી જાન્યુઆરીએ ધર્મ સંસદનું આયોજન કર્યું છે. અમે સનાતન બોર્ડની રચના માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. વાતચીત દરમિયાન તેમણે વક્ફ બોર્ડને લઈને સવાલ ઉઠાવ્યો કે તેમની પાસે 9 થી 10 લાખ એકર જમીન ક્યાંથી આવી છે.
27મીએ ધર્મ સંસદનું આયોજન
તેમણે એમ પણ કહ્યું કે સરકાર તમામ મંદિરો અને મઠોને છીનવી રહી છે. અમારા પડોશીઓ કબજો લઈ રહ્યા છે. અમારા મઠો પર અતિક્રમણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે વક્ફ બોર્ડ જે કહેશે તે તેનું થઇ જશે. તેથી સનાતન બોર્ડની રચના માટે અમે 27મીએ ધર્મ સંસદનું આયોજન કર્યું છે.
આ પણ વાંચો : Mahakumbh Special: કુંભમાં બસ બની આકર્ષણનું કેન્દ્ર, વિશ્વનું સૌથી ભારે ‘સ્ફટિક’ શિવલિંગ રાખ્યું છે…
તેમણે કહ્યું કે અમારો પ્રયાસ છે કે ભારતભરના તમામ ઋષિ-મુનિઓ, મઠોના વડાઓ અને મહામંડલેશ્વરોને બોલાવવામાં આવે. સનાતન બોર્ડનું ફોર્મેટ શું હશે તેની ચર્ચા થશે. જેમાં સનાતન બોર્ડનું ફોર્મેટ કેવું હોવું જોઈએ તે અંગે ધર્મ સંસદમાં દરેકની સંમતિ લેવામાં આવશે.