મહારાષ્ટ્ર

અધિકારીઓ માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો સાત મુદ્દાનો એક્શન પ્રોગ્રામ

‘સામાન્ય નાગરિકોનું દૈનિક જીવન સરળ બનાવવું જોઈએ’: મુખ્ય પ્રધાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના તમામ અધિકારીઓ માટે સામાન્ય નાગરિકોના રોજિંદા જીવનને વધુ સરળ બનાવવા (ઇઝ ઑફ લિવિંગ) માટે સાત મુદ્દાનો એક્શન પ્રોગ્રામ નક્કી કર્યો છે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વીડિયો કમ્યુનિકેશન સિસ્ટમ દ્વારા તમામ વિભાગીય કમિશનરો, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરો, પોલીસ કમિશનરો અને પોલીસ અધિક્ષકો સાથે વાતચીત કરી હતી.

આ પ્રસંગે તેમણે રાજ્યના વહીવટી તંત્રને આગામી સો દિવસમાં અગ્રતાક્રમના કામો કરવા અંગે વિસ્તૃત સૂચનાઓ આપી હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એમ પણ કહ્યું હતું કે, આ સૂચનો પરની કાર્યવાહીની 15 એપ્રિલ, 2025ના રોજ સમીક્ષા કરવામાં આવશે.

ફડણવીસે કહ્યું હતું કે બધા કાર્યાલયની વેબસાઈટ તૈયાર કરવી જોઈએ, માહિતી અધિકાર કાયદા હેઠળ જે માહિતી માગવામાં આવશે તે તમામ માહિતી અગાઉથી વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવી જોઈએ.

વેબસાઇટને સાયબર-સુરક્ષિત રાખવી. સરકારી કચેરીઓની સફાઈ કરવી જોઈએ, બિનજરૂરી દસ્તાવેજો દૂર કરવા જોઈએ, ક્ષતિગ્રસ્ત અને બિનઉપયોગી વાહનોની નોંધણી રદ્ કરવી.

આપણ વાંચો: વાલ્મીક કરાડે આત્મસમર્પણ કર્યા બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?

સરકારી કચેરીઓમાં આવતા નાગરિકો માટે પીવાનું પાણી અને શૌચાલય સ્વચ્છ રહે તેની ખાતરી કરવી જોઈએ. તેમણે કહ્યું કે અધિકારીઓની અચાનક મુલાકાતો આવે ત્યારે તે સ્વચ્છ દેખાવું જોઈએ.

નાગરિકોના રોજિંદા જીવનને સરળ બનાવવા (ઇઝ ઓફ લિવિંગ) સરકારી કાર્યાલયમાં ઓછામાં ઓછા બે સુધારા, નવી પ્રવૃત્તિઓ લાગુ કરવી જોઈએ. પેન્ડિંગ કામોની સંખ્યા શૂન્ય સુધી કેવી રીતે ઘટાડી શકાય તે માટે પ્રયાસ કરવો જોઈએ. તેમણે સૂચના આપી હતી કે નાગરિકો માટે અધિકારીઓ ક્યારે ઉપલબ્ધ થશે તેની માહિતી બોર્ડ પર દર્શાવવી જોઈએ.

રાજ્યમાં વિવિધ સ્થળોએ ઉદ્યોગ સાહસિકો રોકાણ કરવા આવે છે. તેઓ કોઈનાથી પરેશાન ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. તે માત્ર ઉદ્યોગ વિભાગનું કામ નથી પરંતુ ઝોનલ ઓફિસરોનું પણ કામ છે. (ઇઝ ઓફ વર્કિંગ) આ માટે વિભાગીય કમિશનર અને કલેકટરે સંબંધિત વિભાગોના અધિકારીઓ અને સાહસિકો સાથે વાતચીત કરવી જોઈએ, એમ ફડણવીસે જણાવ્યું હતું

આપણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસે સીઆઈડીને સંતોષ દેશમુખ હત્યા કેસમાં ભાગેડુ આરોપીઓની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સૂચના

વિભાગ, કચેરીની વેબસાઈટ અપડેટ કરવી જોઈએ

ઈઝ ઓફ લિવીંગના ખ્યાલ પર કામ કરો

સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન અમલમાં મૂકો

નાગરિકોની ફરિયાદો, પડતર કેસોનો નિકાલ કરો

સાહસિકોને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખો

સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ અને પ્રોજેક્ટની મુલાકાત લો

સરકારી કચેરીઓમાં આવતા નાગરિકો માટે સગવડ-સુવિધા ઉપલબ્ધ કરાવો

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button