સ્પોર્ટસ

મળો, ઇશાન કિશનની સુપરમૉડેલ ગર્લફ્રેન્ડ અદિતી હુંડિયાને…

મુંબઈઃ ભારત વતી કુલ 61 આંતરરાષ્ટ્રીય મૅચ રમી ચૂકેલો વિકેટકીપર-બૅટર ઇશાન કિશન દોઢ વર્ષથી ટીમ ઇન્ડિયામાં નથી એટલે બહુ ચર્ચામાં નથી આવતો, પણ ઘણા દિવસે તેનું નામ સોશિયલ મીડિયામાં અને ઇન્ટરનેટ પર જોવા મળ્યું છે. આ વખતે તે પોતાના કોઈ પર્ફોર્મન્સને લીધે નહીં, પણ કથિત ગર્લફ્રેન્ડ સુપરમૉડેલ અદિતી હુંડિયાને લીધે ચર્ચામાં છે.

26 વર્ષનો ઇશાન અને બાવીસ વર્ષીય અદિતી થોડા સમયથી ડેટિંગ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમની વચ્ચેની રિલેશિનશિપની અફવા વચ્ચે અદિતીનું બૅકગ્રાઉન્ડ ફરી એકવાર મીડિયામાં વાયરલ થયું છે. તેઓ બે વર્ષથી એકબીજાના સંપર્કમાં હોવાનું મનાય છે.

આપણ વાંચો: ઇશાન કિશનના બિલ્ડર-પિતા પ્રણવ પાંડે જોડાયા આ પાર્ટીમાં…

ઇશાન કિશન આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ અને 2017ની ગુજરાત લાયન્સ ટીમ વતી રમી ચૂક્યો છે. તેને 2025ની આઇપીએલની સીઝન માટે સનરાઇઝર્સ હૈદરાબાદે 11.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

ઇશાને આઇપીએલ સહિતની ટી-20 મૅચોમાં ત્રણ સેન્ચુરીની મદદથી 4,916 રન બનાવ્યા છે જેમાં તેની 224 સિક્સર અને 486 ફોરનો સમાવેશ છે.

ઇશાનની કહેવાતી ગર્લફ્રેન્ડ અદિતી હુંડિયા સુપરમૉડેલ છે. તેનો જન્મ 1997માં જયપુરમાં થયો હતો. તે ઇન્ડિયા ઇન્ટરનૅશનલ સ્કૂલમાં અને જયપુરની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણી હતી. 2017માં મિસ ઇન્ડિયા રાજસ્થાન'નું ટાઇટલ જીતનાર અદિતી 2018માંમિસ સુપ્રાનૅશનલ’નું ટાઇટલ જીતી હતી તેમ જ મિસ દિવા' સ્પર્ધામાં રનર-અપ બની હતી.

આપણ વાંચો: દુલીપ ટ્રોફીમાં ઇશાન કિશનનું જોરદાર કમબૅક, શમ્સ મુલાનીનું ફાઇટબૅક

અદિતીને ક્રિકેટ-ક્રેઝી છે. તે ઇશાન કિશનની ફૅન છે જ, વિરાટ કોહલી અને એમએસ ધોની તેના ફેવરિટ ક્રિકેટર છે. અદિતી ઇન્સ્ટાગ્રામ પર વિવિધ બ્રેન્ડને પ્રમોટ કરે છે. એક્સ (ટવિટર) પર તેના 2,64,000 ફૉલોઅર્સ છે.

ઇશાન કિશન અને અદિતી સોશિયલ મીડિયામાં એકમેકના ફોટો શૅર કરતા ક્રિકેટચાહકોનું દૃઢપણે માનવું છે કે તેઓ ડેટિંગ કરી જ રહ્યા છે. 2019માં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મૅચ વખતે હૈદરાબાદના સ્ટેડિયમમાં અદિતી મુંબઈની ટીમને ચિયર-અપ કરતી જોવા મળી હતી.

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ સામેની મુંબઈની મૅચમાં ઇશાને 58 બૉલમાં 99 રન ફટકાર્યા હતા ત્યારે અદિતીએ સોશિયલ મીડિયામાંઆય ઍમ સો સો પ્રાઉડ ઑફ યુ, બૅબી’ એવું લખ્યું હતું ત્યારે જ તેમની રિલેશનશિપને પુષ્ટિ મળી ગઈ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button