ઉત્તર પ્રદેશમાં મહાકુંભ અને કડકડતી ઠંડી અંગે Yogi Adityanath એ આરોગ્ય વિભાગને આપ્યા આ નિર્દેશ
લખનૌ : ઉત્તર ભારતના રાજયોમાં સતત થઇ રહેલી હિમવર્ષાને લીધે ઉત્તર પ્રદેશમાં પણ કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આ ઉપરાંત 13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં મહાકુંભની પણ શરુઆત થઈ રહી છે.
તેમજ રાજ્યમાં હજુ પણ ઠંડી વધવાની હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેના પગલે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે (Yogi Adityanath) રાજ્યના આરોગ્ય વિભાગને સતર્ક રહેવા આદેશ કર્યો છે. તેમજ મહાકુંભના પગલે લોકોને પણ સાવચેતી રાખવા અપીલ કરી છે.
રાજ્યમાં ઠંડીની અસર વધી પ્રિયજનોની કાળજી લો
સીએમ યોગીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, રાજ્યના પ્રિય લોકો! રાજ્યમાં ઠંડીની અસર વધી રહી છે.તમારી અને તમારા પ્રિયજનોની કાળજી લો. બાળકો, વૃદ્ધો અને ગંભીર બીમારીઓથી પીડિત લોકોનું વિશેષ ધ્યાન રાખો.
આપણ વાંચો: સંભલમાં પ્રાચીન મંદિર મળ્યુંઃ યોગી આદિત્યનાથે આપ્યું મહત્ત્વનું નિવેદન, શું રાતોરાત…?
તમામ સરકારી હોસ્પિટલોમાં સારી તબીબી સુવિધા, સરળ પરીક્ષણ અને દવાઓની સરળ ઉપલબ્ધતા માટે આરોગ્ય તંત્રને સતર્ક રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.
તેમણે વધુમાં લખ્યું છે કે, આરોગ્ય વિભાગની ટીમને આદરણીય સંતો, યાત્રાળુઓ, કલ્પવાસીઓ અને મહાકુંભ-2025, પ્રયાગરાજની મુલાકાત લેતા ભક્તોને યોગ્ય તબીબી સહાય પૂરી પાડવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. સ્વચ્છ અને સુવ્યવસ્થિત મહા કુંભની સાથે સાથે, તમારી સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા અને પ્રતિબદ્ધતા છે.
સારી તબીબી સુવિધા પૂરી પાડવી જોઈએ
યુપીના સીએમ યોગી આદિત્યનાથે ઠંડીની મોસમમાં સામાન્ય લોકોની સ્વાસ્થ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નક્કર વ્યવસ્થા કરવા સૂચના આપી છે. મંગળવારે વરિષ્ઠ અધિકારીઓ સાથેની મહત્વની બેઠકમાં સીએમએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. શરદી, ઉધરસ અને શ્વાસ સંબંધી રોગોના દર્દીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.
આપણ વાંચો: Assembly Election: યોગી આદિત્યનાથે વિપક્ષી ગઠબંધન અંગે વાશિમમાં શું કહ્યું?
આવી સ્થિતિમાં આરોગ્ય તંત્રએ સતર્ક રહેવાની જરૂર છે. મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો કે તમામ સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને સારી તબીબી સુવિધા મળવી જોઈએ. ટેસ્ટિંગ હોય કે દવાઓની ઉપલબ્ધતા બધું જ બરાબર હોવું જોઈએ. નાગરીકોએ ચિંતા કરવાની જરૂર નથી.
મહાકુંભમાં વધુ તબીબી સુવિધા આપવા નિર્દેશ
મહા કુંભમાં યાત્રિકોના આરોગ્ય અને તબીબી સુવિધાઓની સમીક્ષા કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે તમામ ક્ષેત્રોમાં સારવાર માટે પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ. એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે, બીમાર લોકોને સહાય પૂરી પાડવા માટે આરોગ્ય વિભાગની ટીમે સતત તમામ સેક્ટરોની મુલાકાત લઈને લોકોની સ્થિતિ વિશે પૂછપરછ કરવી જોઈએ અને જો જરૂર જણાય તો તેમને યોગ્ય તબીબી સહાય પૂરી પાડવી જોઈએ.