નેશનલ

સુરતના યુવાનનું બેંગલોરમાં શંકાસ્પદ મોતઃ અકસ્માત, હત્યા કે આત્મહત્યા

સુરતઃ સુરતના પટેલ પરિવારના 29 વર્ષીય યુવાન પુત્રનું બેંગલોર આઈઆઈએમ ખાતે મોત થયાના દુઃખદ સમાચાર આવ્યા છે. યુવાનનું મોત ત્રીજા માળેથી નીચે પટકાવાથી થયું છે, આથી તેના મોત વિશે શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને પોસ્ટમોર્ટમના અહેવાલ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે તેમ જણાવ્યું છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર 29 વર્ષીય નિલયે મિત્રો સાથે શનિવારે રાત્રે પોતાનો બર્થ ડે ઉજવ્યો હતો અને ત્યારબાદ તે પોતાના રૂમ (એફ બ્લોક)માં ગયો હતો. રવિવારે સવારે તે પરિસરની લોનમાં બેશુદ્ધ અવસ્થામાં જોવા મળ્યો હતો. તેને તાબડતોડ હૉસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

નિલયના મતા-પિતા રવિવારે બેંગલોર પહોંચ્યા હતા અને તેમણે શંકા વ્યક્ત કરતા અપ્રાકૃતિક મોત મામલે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરાવનુ શરૂ કર્યુ છે.

આ પણ વાંચો…આ તારીખે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે, CECએ કરી જાહેરાત

દરમિયાન આઈઆઈએમ પરિસરમાં શોકની લહેર છે. સંસ્થાઓ સોશિયલ મીડિયા હેન્ડલ પર શોક વ્યક્ત કરતી પોસ્ટ મૂકી છે.

નિલય અકસ્માતે પડ્યો, તેને કોઈએ પાડ્યો કે પડવા મજબૂર કર્યો કે પછી તેણે કોઈ કારણસર આત્મહત્યા કરી તે અંગે શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે. પોસ્ટ મોર્ટમ અહેવાલ અને પોલીસની તપાસ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે, તેમ લાગી રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button