મનોરંજન

ફરી એક વખત સોશિયલ મીડિયા પર વાઈરલ થયો Radhika Merchantનો વીડિયો, યુઝર્સે કહ્યું…

જ્યારથી રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) અંબાણી પરિવારની વહુરાણી બની છે ત્યારથી તે સતત કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી જ રહે છે. તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ જાય છે. ફરી એક વખત સોશિયલ મીડિયા પર રાધિકાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને નેટિઝન્સ પણ તેના પર કમેન્ટ કરતાં રોકી શક્યા નહોતા. ચાલો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં-

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો જોઈને ખુદ રાધિકાને વિશ્વાસ નહીં થાય કે તેનો આ વીડિયો આટલો વાઈરલ થઈ જશે. વાઈરલ વીડિયોમાં રાધિકાના લૂક્સ અને એક્સપ્રેશન જોઈને નેટિઝન્સ તો તેના પર ફિદા થઈ ગયા છે અંબાણી પરિવારની છોટી બહુની તારીફ કરતાં નથી થાકી રહ્યા. વીડિયોમાં જોવા મળે છે કે રાધિકાએ લાલ કલરની સાડી અને તેની સાથે બ્યુટીફૂલ નેકલેસ પહેર્યો છે. આ વીડિયોમાં તે કંઈ ખાસ નથી કરી રહી બસ મીડિયાને પોઝ આપી રહી છે. પરંતુ રાધિકાની મિલિયન ડોલર સ્માઈલ જોઈને નેટિઝન્સ પણ એકદમ ફ્લેટ થઈ ગયા હતા.

રાધિકાની આ ક્યુટનેસ પર તેઓ સતત કમેન્ટ્સ અને લાઈકનો વરસાદ કરી રહ્યા છે. રાધિકાનો આ વીડિયો હકીકતમાં ખૂબ જ ક્યુટ છે અને સોશિયલ મીડિયા પર વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોની કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે જ્યાં ભવ્યતાનું મિલન ભવ્યતા સાથે થાય છે. અંબાણી નિવાસ, એન્ટિલિયા. યુઝર્સ સતત આ વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે.

એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે જીવનની નાયાબ ક્ષણો. બીજા એક યુઝરે લખ્યું હતું કે કેટલી સુંદર સ્માઈલ છે… ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે નવા વર્ષની શુભેચ્છા તો વળી કેટલાક લોકોએ તો એવું પણ કહી રહ્યા છે કે મેડમજી લગ્નની ખૂભ ખૂબ શુભેચ્છા…

આ પણ વાંચો…Aishwarya Rai- Bachchanની સફળતા જોઈ કંઈક એવું હતું Abhishek Bachchanનું રિએક્શન…

અંબાણી પરિવારની વાત જ ન્યારી છે. પરિવારનો દરેક સભ્ય પોતાની લક્ઝુરિયસ અને લેવિશ લાઈફસ્ટાઈલને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button