Aishwarya Rai- Bachchanની સફળતા જોઈ કંઈક એવું હતું Abhishek Bachchanનું રિએક્શન…
બોલીવૂડનું મોસ્ટ પોપ્યુલર, લવેબલ અને ક્યુટ કપલની વાત થઈ રહી હોય તો એમાં સૌથી પહેલાં નામ આવે ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)નું નામ સૌથી પહેલાં આવે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી આ મેડ ફોર ઈચ અધર અને આઈડલ કપલ વચ્ચે કંઈક ઠીક નથી ચાલી રહ્યું એવા અહેવાલો આવી રહ્યા છે. બંને જણ એકબીજાથી દૂર અલગ અલગ રહેવાનું પસંદ કરે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં વાઈફ ઐશ્વર્યાની સક્સેસ જોઈને અભિષેક બચ્ચન કંઈક એવું રિએક્શન આપે છે જેની કદાચ કોઈએ કલ્પના નહીં કરી હોય. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું અભિષેકે-
છેલ્લાં કેટલાક સમયથી ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચનના ડિવોર્સની વાતો એકદમ જોરશોરથી ચાલી રહી છે. પણ ન્યુ પર બંનેએ એરપોર્ટ પર સાથે દેખાઈને લોકોના મોઢા બંધ કરી દીધા હતા. બંનેને સાથે ફેન્સ એવી અટકળો લગાવી રહ્યા છે કે કદાચ બંને વચ્ચે હવે બધુ બરાબર છે.
આ બધા ઐશ્વર્યા અભિષેકનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ઐશ્વર્યા આરાધ્યાની સ્કૂલમાંથી નીકળે એ સમયે અભિષેક બચ્ચન પણ એની સાથે જોવા મળે છે, પરંતુ ઐશ્વર્યા જેવી કારમાં બેસવા જાય છે કે એને પાછળથી કોઈ બૂમ પાડે છે અને ઐશ્વર્યા સામે જુએ છે તો એક ફોરેનર વ્યક્તિ ઊભેલી જોવા મળે છે. ઐશ્વર્યા ત્યાંથી પાછી આવે છે અને એ વ્યક્તિને મળે છે. ઐશ્વર્યાનું આ જેસ્ચર અને સફળતા જોઈને અભિષેક પણ ખુશ થઈ જાય છે. અભિષેક ઐશ્વર્યાથી થોડે દૂર ઊભો રહીને તેને હસતો જોઈ રહે છે.
આ વીડિયો પર નેટિઝન્સ લાઈક્સ અને કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે માનવું પડે, ઐશ્વર્યા કેટલી સારી અને વિનમ્ર છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે નજર ના લાગે બંનેને.
આ પણ વાંચો…અરે બાપરે…આ કિંગ ખાન છે? બે ચોટલીવાળા શાહરૂખનો ફોટો વાયરલ
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારથી ઐશ્વર્યા રાય-બચ્ચન દીકરી આરાધ્યા સાથે બચ્ચન પરિવારથી અલગ અંબાણી પરિવારના ઈવેન્ટમાં પહોંચી હતી ત્યારથી જ બંનેના ડિવોર્સની વાતો એકદમ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. જોકે, બંનેમાંથી કોઈએ હજી પણ આ બાબતે ઓફિશિયલી કંઈ કહ્યું નથી.