મનોરંજન

અરે બાપરે…આ કિંગ ખાન છે? બે ચોટલીવાળા શાહરૂખનો ફોટો વાયરલ

બોલીવુડને સુપરહિટ ફિલ્મો આપવા વાળા સુપરસ્ટાર્સની જ્યારે પણ ચર્ચા થાય ત્યારે સૌથી પહેલું નામ શાહરુખ ખાનનું જ આવે છે. શાહરુખના સ્વેગના કરોડો દિવાના છે. બહુ ઓછા એવા કલાકારો છે જેમણે થિયેટર અને ટીવી પર કામ કર્યા બાદ કમર્શિયલી તેઓ ફિલ્મીદુનિયામાં સફળ થયા હોય. શાહરૂખ ખાન લગભગ એકાદ બે અપવાદોમાંનો એક હશે. શાહરૂખના થિયેટરના દિવસો યાદ કરવાનો આમ તો કોઈ મોકો નથી, પરંતુ એક તસવીરે કિંગ ખાનના એ દિવસોને તાજા કરી દીધા છે. જોકે આ ફોટો જોઈને એસઆરકેને ઓળખવો પણ મુશ્કેલ છે.

કિંગ ખાને પોતાના કરિયરની શરૂઆત થિએટરની દુનિયાથી કરી હતી. થોડા વર્ષો બાદ તેને ટીવીના નાના પડદા પર પોતાનું નસીબ અજમાવ્યું, ત્યા પણ ધમાલ મચાવ્યા બાદ શાહરુખ ફિલ્મી દુનીયા તરફ વળ્યો. મોટા પડદા પર શાહરુખ ખાન છવાઈ ગયો. કહી શકાય છે કે શાહરુખની બધી માનતાઓ પુર્ણ થઈ ગઈ. એક સુખી પરિવાર, સફળ કારકિદી સાથે તે બોલીવુડનો બાદશાહ બની ગયો.

Also read: શાહરુખ ખાનને ધમકી: રાયપુરના વકીલની ધરપકડ

શાહરુખ ખાનની એક જુની તસ્વીર સોશલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં શાહરુખ ખાને આદિવાસી યુવકનો લૂક અપનાવ્યો છે. ક્લીન શેવન શાહરૂખ ખાનને જોયા બાદ ઘણા લોકો તેને ખૂબ જ ક્યૂટ કહી રહ્યા છે.
શાહરુખ ખાને (SHAHRUKH KHAN)ઘણા ટીવી શોમાં કામ કર્યું, દૂરદર્શનના ફૌજીથી કરિયરની શરૂઆત કરી. આ દરમ્યાન દિલ દરિયા અને દુસરા કેવલમાં પણ પોતાની કિસ્મત અજમાવી. શાહરૂખ ખાને ઈન વ્હીઝ એની ગીવ્ઝ ઇટ ડોઝ વન્સમાં ગે કોલેજ સ્ટુડન્ટની ભૂમિકા પણ ભજવી હતી. આ ફિલ્મ 1989માં રિલીઝ થઈ હતી. શાહરૂખ ખાને વર્ષ 1992માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. વર્ષ 1992માં શાહરૂખ ખાનને બોલીવુડમાં પગ મૂક્યો અને દીવાને ફિલ્મમાં ડેબ્યૂ કર્યું પછી તેને એક પછી એક ફિલ્મો મળતી ગઈ અને તે સુપરસ્ટાર બની ગયો. 2023માં પઠાણ અને જવાન જેવી સુપરહીટ ફિલ્મ આપ્યા બાદ 2024માં તે થિયેટરમાં દેખાયો ન હતો. હવે તે દીકરી સુહાના સાથે કિંગમા જોવા મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button