રાજીનામાના પ્રશ્ન પર ધનંજય મુંડેએ કહ્યું, ‘હું કંઈ
મસાજોગ સરપંચ સંતોષ દેશમુખ હત્યા કેસમાં વિપક્ષના ઘણા નેતાઓ ધનંજય મુંડેના રાજીનામાની માંગ કરી રહ્યા છે, તેથી મંત્રી ધનંજય મુંડે પર રાજીનામું આપવાનું દબાણ વધી રહ્યું છે. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. એમ માનવામાં આવે છે કે ખંડણી કેસમાં ધરપકડ થયેલો વાલ્મીક કરાડ આ હત્યા પાછળનો માસ્ટર માઇન્ડ છે અને તેને રાજકીય પીઠબળ પણ છે. વાલ્મીક કરાડને ધનંજય મુંડેના નજીકના સંબંધી માનવામાં આવે છે. બંનેના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ સંદર્ભમાં વિરોધ પક્ષો અને બીડ જિલ્લાના જનપ્રતિનિધિઓ માંગ કરી રહ્યા છે કે જ્યાં સુધી મામલાની તપાસ ન થાય ત્યાં સુધી ધનંજય મુંડેએ મંત્રી પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. ગઈકાલે, ઓલ-પાર્ટી એથિકલ બોર્ડ ધનંજય મુંડેના રાજીનામાની માંગ કરવા માટે રાજ્યપાલને મળ્યું હતું.
જોકે, સંતોષ દેશમુખની હત્યા કેસમાં ફસાયેલા રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન ધનંજય મુંડેએ તેમના રાજીનામાના અહેવાલોને નકારી કાઢ્યા છે. વધતા જતા રાજીનામાના આ દબાણ વચ્ચે તેઓએ આજે અજિત પવાર સાથે થોડો સમય ચર્ચા કરી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. ધનંજય મુંડે અને અજિત પવાર વચ્ચે એક કલાક ચાલેલી બેઠક બાદ અજિત પવાર અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે પણ બેઠક થઇ હતી.
ધનંજય મુંડે કેબિનેટ બેઠક માટે મંત્રાલય આવ્યા હતા. તે સમયે તેમણે તેમના રાજીનામાના અહેવાલોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા. ધનંજય મુંડેની બોડી લેંગ્વેજ આત્મવિશ્વાસથી ભરેલી હતી. ધનજય મુંડેએ વધુ કંઈ કહ્યું ન હતું. તેમણે એટલું જ કહ્યું કે, ‘મેં રાજીનામું આપ્યું નથી. સુરેશ ધસના આરોપો પર બોલતાતેમણે કહ્યું હતું કે આરોપો લગાવવાવાળાને આરોપ લગાવવા દો. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું છે કે જ્યાં સુધી SIT અને CIDના પરિણામોની તપાસ નહીં થાય ત્યાં સુધી મુંડેના રાજીનામાનો સવાલ જ આવતો નથી. આમ તેમને હાલમાં તો રાજકીય રીતે રક્ષણ મળી ગયું છે.
Also read:બીડના સરપંચ હત્યા: ધનંજય મુંડેના રાજીનામાની માગણી મુદતપૂર્વ: ભુજબળ
જોકે, આ બધા વચ્ચે બે બે મોટી ઘટનાઓ બની છે. ધનંજય મુંડે અજિત પવારને મળ્યા અને અજિત પવાર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા. બીડનું પાલક પ્રધાન પદ એનસીપી પાસે છે, પણ હવે એમાંથી ધનંજય મુંડેના નામની તો બાદબાકી જ થઇ ગઇ છે. હવે જો વિપક્ષનું દબાણ આમ જ ચાલુ રહેશે તો ધનંજય મુંડેનું મંત્રીપદ કેટલો વખત ચાલુ રહેશે અને ચાલુ રહેશે કે કેમ તે અંગે ચર્ચા જાગી છે.