તિબેટમાં ભૂકંપે તારાજી સર્જી, 50 થી વધુના મોત
નવી દિલ્હી: આજે મંગળવારે વહેલી સવારે હિમાલય પર્વતમાળની ઉત્તરી તળેટીમાં આવેલા 6.8ની તીવ્રતાના ભૂકંપે તિબેટમાં ભારે તારાજી (Earthquake in Tibet) સર્જી છે. એહેવાલો મુજબ ભૂકંપને કારણે હજુ સુધી 50 વધુ લોકોના મોતની પુષ્ટિ થઇ છે. ચીનની ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે 62 અન્ય લોકો ઘાયલ થયા છે. તિબેટ ઉપરાંત નેપાળ, ભૂતાન અને ભારતના કેટલાક વિસ્તારો પણ ભૂકંપ અનુભવાયો હતો.
સ્થાનિક સમય મુજબ સવારે 9.05 કલાકે ભૂકંપ આવ્યો હતો, ભૂકંપનું કેન્દ્રબિંદુ એવરેસ્ટ ક્ષેત્રના ઉત્તરીય પ્રવેશદ્વાર ગણાતા ટીંગરીમાં હતું. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર દ્વારા આપવામાં અહેવાલ મુજબ ભૂકંપ 10 કિમી (6.2 માઇલ) ની ઊંડાઈ ધરાવતો હતો.
ઇમારતો ધરાશાયી:
ચાઈનના મીડિયાના જણાવ્યા અનુસાર ભૂકંપના કેન્દ્રની નજીક અનેક ઈમારતો પણ ધરાશાયી થઈ છે. ડીંગરી કાઉન્ટી અને તેની આસપાસના વિસ્તારોમાં ખૂબ જ જોરદાર આંચકા અનુભવાયા અને એપીસેન્ટરની નજીકની ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ.
ભારત અને યુરેશિયા પ્લેટો જ્યાં અથડાય છે, ત્યાં ભૂકંપનું એપીસેન્ટર હતું. આ પ્લેટો અથડાવાને કારણે જ હિમાલયની પર્વતમાળા બની અને ઉચકાઈ રહી છે.
આ પણ વાંચો…શું ટ્રમ્પ કેનેડાને USનું રાજ્ય બનાવીને જ રહેશે? ટ્રુડોની જાહેરાત બાદ ટ્રમ્પે કર્યો દાવો
વધુ બે ભૂકંપ આવ્યા:
ભારતના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, સવારે 6:35 વાગ્યે ભૂકંપ નોંધાયો હતો. NCS ડેટા દર્શાવે છે કે પ્રથમ ભૂકંપના થોડા સમય પછી આ ક્ષેત્રમાં વધુ બે ભૂકંપ આવ્યા. 4.7ની તીવ્રતાનો બીજો ભૂકંપ સવારે 7:02 કલાકે 10 કિમીની ઊંડાઈએ અને ત્રીજો ભૂકંપ 4.9ની તીવ્રતાનો સવારે 7:07 કલાકે 30 કિમીની ઊંડાઈએ નોંધાયો હતો.