ભુજ: ગઇકાલે ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં સવારે એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી. બનાવની જાણ થતાંની સાથે જ ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ સાથે કચ્છ જિલ્લા વહીવટી તંત્રની ટીમ પણ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને યુવતીને બચાવવાની કામગીરીમાં જોડાય ગયા હતા. ઘટનાને 24 કલાક વીતી ગયા હોવા છતાં હજુ તંત્રને કોઇ સફળતા મળી નથી. હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.
ગઇકાલે ભુજ તાલુકાનાં કંઢેરાઈ ગામમાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી હતી. ઘટનાને 24 કલાક વીતી ગયા હોવા છતાં પણ યુવતી બોરવેલમાંથી બહાર લાવવામાં સફળતા મળી નથી. તંત્ર દ્વારા બે હુક જોડીને બહાર કાઢવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા પરંતુ તેમાં પણ તંત્રને સફળતા મળી નથી. તંત્રની રાહત બચાવ કામગીરીમાં NDRF અને BSFની પણ મદદ લેવામાં આવી રહી છે.
બનાવની વિગતો અનુસાર ભુજ તાલુકાનાં કંઢેરાઈ ગામમાં ગતરોજ 18 વર્ષીય યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી હતી. ઘટનાને 24 કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવામાં સફળતા મળી નથી. મૂળ રાજસ્થાનનાં પ્રતાપગઢ ગામની યુવતી ઇન્દિરાબેન મીણા કંઢેરાઈ ગામમાં ખેતમજુરી કરે છે. ગઈકાલે ઇન્દિરાબેન વાડીમાં આવેલા 540 ફૂડ ઊંડા બોરવેલમાં પડી ગયા હતા.
Also read: 30 ફૂટ ઊંડા બોરવેલમાં પડી બાળકીઃ આઠ કલાક બચાવ કામગીરી ચાલી પણ…
ગઈકાલે યુવતી કેમેરામાં કેદ થઈ હતી ઇન્દિરાબેનના પરિવારના જણાવ્યા અનુસાર આ ઘટના લગભગ સવારે પાંચેક વાગ્યાની આસપાસ બની હતી. તેમણે કહ્યું હતું કે સવારે વહેલા બોરવેલમાંથી બચાવો બચાવો એવો અવાજ આવતો હતો, જો કે બચાવ કામગીરી શરૂ થયા બાદ અંદરથી કોઈ અવાજ મળી રહ્યો નથી. તંત્ર દ્વારા પાઇપ લાઈન મારફતે ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન બોરવેલમાં 490 ફૂટ ઊંડે યુવતી કેમેરામાં કેદ થઈ હતી. ત્યાર બાદ યુવતીને દોરીથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે પણ નિષ્ફળ રહ્યો હતો.