ડાર્ક સ્કીન કે સાવલો કે ચામડીનો કાળો રંગ વર્ષોથી ચર્ચાનો, ટીકાનો કે ટીખળનો વિષય બન્યો છે. ખાસ કરીને શ્યામવર્ણી છોકરીઓએ તો ક્યાંક ને ક્યાંક આવા બોડીશેમનો ભોગ બનવું જ પડે છે. આવી જ એક અભિનેત્રી બોલીવૂડમાં છે જે સુપરમોડેલ પણ છે અને તેને એશિયાની મોસ્ટ સેક્સી વુમનનો ખિતાબ એક નહીં બે વાર મળ્યો છે, પરંતુ નાનપણથી લઈને આજ સુધી ક્યાંકને ક્યાંક કેનો સ્કીન કલર તેને યાદ અપવાવાનું લોકો છોડતા નથી. જોકે આવી કોઈપણ જાતની ટીકા કર્યા વિના બિનદાસ્ત બિકની ગર્લ તરીકે જાણીતી આ અભિનેત્રીએ પોતાની અલગ ઓળખ બનાવી છે. આ સેક્સી વુમન છે બિપાશા બાસુ. આજે 7 જાન્યુઆરી, 1978માં જન્મેલી બિપાસાનો જન્મદિવસ છે.
અજનબી ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં આવેલી બિપાશાએ જિસ્મ, કોર્પોરેટ, રેસ, હેરાફેરી જેવી ઘણી ફિલ્મો કરી છે. હાલમાં તે બોલીવૂડથી દૂર છે અને પતિ કરણ ગ્રોવર અને દીકરી દેવી સાથે સમય પસાર કરે છે અને સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે.
થોડા સમય અગાઉ બિપાસાએ પોતાની ડાર્ક સ્કીન મામલે એક લાંબી પોસ્ટ લખી હતી જે ખૂબ વાયરલ થઈ છે.
બિપાસાએ લખ્યું હતું કે…જ્યારથી હું મોટી થયો હતો ત્યારથી મેં હંમેશા સાંભળ્યું હતું કે બોની સોની કરતાં કાળી છે. બોની તેનું નીક નેમ છે અને સોની તેની બહેન છે. બિપાશા આગળ લખે છે કે લોકો કહેતા તે થોડી કાળી છે ને? મારી માતા પણ શ્યામ રંગની સુંદર સ્ત્રી હતી અને હું તેના જેવી દેખાતી હતી. જ્યારે હું નાની હતી અને મને સમજ ન હતી ત્યારે લોકો આવું કેમ કહેતા હશે તે મને સમજાતું નહીં.
15-16 વર્ષની ઉંમરે મેં મૉડલિંગ શરૂ કર્યું અને મેં એક સુપરમોડલ કૉન્ટેસ્ટ પણ જીતી. ત્યારે અખબારોમાં છપાયું કે કોલકાતાની કાળી ચામડીની છોકરી વિજેતા બની. મને ફરીથી આશ્ચર્ય થયું કે કાળો રંગ મારો પ્લસ પોઈન્ટ કઈ રીતે બની ગયો. આ પછી હું ન્યૂયોર્ક અને પેરિસ ગઈ અને મોડલ તરીકે કામ કર્યું. મને અહેસાસ થયો કે મારી ડાર્ક સ્કિન કલરનો મને ફાયદો છે અને કામ મળતું થયું.
હું ભારત પાછી આવી અને ફિલ્મો મળવા લાગી. મેં મારી પહેલી ફિલ્મ કરી હતી અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી સાવ અજાણ હતી. પણ મને અહીં સ્વીકારવામાં આવી અને નામ, પૈસા બધુ જ મળ્યું. મારો શ્યામ રંગ મારી ઓળખ નથી, પરંતુ તે મને ગમે છે અને હું તેને બદલવા માગતી નથી.
છેલ્લાં 18 વર્ષોમાં, ઘણી સ્કિન કેર કંપનીઓએ મને મોટી રકમની ઓફર કરી છે, પરંતુ હું હંમેશા મારી ઈચ્છાને વળગી રહી અને મેં તેને ઠુકરાવી છે. આ તમામ બાબતોને રોકવાની જરૂર છે. રૂપાળા હોવું જ સુંદરતા છે તે વાત ખોટી છે. ગોરા બનાવવાની લાલચ આપતી બ્રાન્ડ્સ જુઠાણું વેચી રહ્યા છે. આ બંધ થવું જોઈએ તેમ પણ તેણે લખ્યું હતું.
આ પણ વાંચો…આલિયા ભટ્ટે પોતાને ‘ડ્રીમર’ ગણાવી આ તસવીર શેર કરીને લખી મોટી વાત…
અત્રે ઉલ્લેખનીય છે કે બિપાશાને બ્રિટિશ મેગેઝિન ઈસ્ટર્ન આઈ દ્વારા 2005 અને 2007ની એશિયાની મોસ્ટ સેક્સી વુમન જાહેર કરી હતી. બિપાશા જ્હોન ઈબ્રાહીમ સાથેના સંબંધો, પોતાના રિવિલિંગ આઉટફીટ્સ, ફોટા અને બિન્દાસ્ત એટીટ્યૂડને કારણે હંમેશાં ચર્ચામાં રહેતી હતી.
હાલમાં તે એક લવિંગ એન્ડ કેરિંગ મધર તરીકે દીકરી દેવી સાથે દેખાય છે અને એટલી જ સુંદર લાગે છે.
બિપાશાને હેપ્પી બર્થ ડે.