વેપાર

ભારતીય રેલ્વેની સુરક્ષા ‘કવચ’ પર કામ કરતી કંપનીનો IPO આજથી ખુલ્યો, જાણો પ્રાઇસ બેન્ડ અને GMP

મુંબઈ: વર્ષ 2024ની જેમ જ 2025માં પણ આઈપીઓ બજારમાં બહાર રહેવાની છે. હજી તો નવા વર્ષની શરૂઆત થઈ છે ત્યાં તો 2025નો બીજો આઇપીઓ આજથી આવી રહ્યો છે. ક્વાડ્રન્ટ ફ્યુચર ટેકનો IPO આજથી ખુલી રહ્યો છે. આ આઈપીઓ 7 જાન્યુઆરી, 2025 થી 9 જાન્યુઆરી, 2025 સુધી સબસ્ક્રિપ્શન માટે ઉપલબ્ધ રહેશે. કંપનીની ઓફરના અપર પ્રાઈસ બેન્ડ અનુસાર 290 કરોડ રુપિયા એકત્ર કરવા માંગે છે. રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા શેર માટે કંપનીએ શેર દીઠ રૂ. 275 – 290ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. રોકાણકારો ઓછામાં ઓછા રૂ. 14500 પ્રતિ લોટ માટે અરજી કરી શકે છે.

રિટેલ રોકાણકારો વધુમાં વધુ 13 લોટ માટે અરજી કરી શકે છે જેના માટે તેમણે 1,88,500 રૂપિયા ચૂકવવા પડશે. સબસ્ક્રિપ્શન વિન્ડો બંધ થયા પછી 10 જાન્યુઆરી, 2025ના રોજ કંપનીના IPO શેરની ફાળવણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. સફળ અરજદારોની કંપનીના શેર તેમના ડીમેટ ખાતામાં 13 જાન્યુઆરી 2025ના રોજ જમા કરવામાં આવશે. Quadrant Future Tek નો IPO 14 જાન્યુઆરી, 2025 ના રોજ BSE અને NSE પર લિસ્ટ થશે. IPO પહેલા, કંપનીમાં પ્રમોટર્સનું હોલ્ડિંગ 93.33 ટકા હતું, જે IPO પછી ઘટીને 70 ટકા થઈ જશે.

Also read: IPO Market : આ સપ્તાહે આ ત્રણ કંપનીના આઇપીઓ, જાણો તેની તમામ વિગતો

ગ્રે માર્કેટમાં IPOને જોરદાર પ્રતિસાદ મળ્યો છે. એમ માનવામાં આવે છે કે IPO 500 રૂપિયામાં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે. Quadrant Future Tek કંપની ભારતીય રેલ્વેની કામગીરીમાં કવચ હેઠળ સંશોધનના આધારે નવી પેઢીની ટ્રેન નિયંત્રણ અને સિગ્નલિંગ સિસ્ટમ વિકસાવવા પર કામ કરી રહી છે. કંપની પાસે ઇલેક્ટ્રોન બીમ ઇરેડિયેશન સેન્ટર સાથે ખાસ કેબલ ઉત્પાદન સુવિધા પણ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button