Putrada Ekadashi 2025: સંતાન સુખની પ્રાપ્તિ માટે કરો પુત્રદા એકાદશીનું વ્રત; જાણી લો ક્યારે છે તિથી, વ્રત….
સનાતન ધર્મમાં દરેક માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની એકાદશીની તિથીનું ખૂબ જ મહત્વ રહેલું છે. આ દિવસનું મહત્વ ભગવાન વિષ્ણુની પૂજા માટે ખૂબ વિશેષ રહેલું છે. પરંતુ પોષ મહિનાની શુક્લ એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. સંતાન સુખ મેળવવા માટે પુત્રદા એકાદશીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આથી આ તિથીનું ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે. એવી માન્યતા છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.
ક્યારે છે એકાદશીની તિથી?
પોષ મહિનામાં શુક્લ પક્ષની એકાદશી તિથિ 9 જાન્યુઆરી, ગુરુવારના રોજ છે. એકાદશીની તિથીની શરૂઆત 9 તારીખે બપોરે 12:22 વાગ્યાથી શરૂ થશે અને 10 જાન્યુઆરી, શુક્રવારના રોજ સવારે 10:19 વાગ્યા સુધી ચાલશે. આથી પોષ પુત્રદા એકાદશીનું વ્રત 10મી જાન્યુઆરીને શુક્રવારે રાખવામાં આવશે. પુત્રદા એકાદશી પર બનશે બે શુભ યોગ આ વખતે પૌષ પુત્રદા એકાદશીના દિવસે બે શુભ યોગો બનવા જઈ રહ્યા છે. આ દિવસે સવારથી બપોરે 2:37 સુધી શુભ યોગ, ત્યાર બાદ શુક્લ યોગ બની રહ્યો છે અને આ યોગ આખો દિવસ ચાલશે.
Also read: આજે રમા એકાદશીઃ દિવાળીના તહેવારોની થઈ ગઈ શરૂઆત
ભગવાનને અર્પણ કરો પંજરીનો પ્રસાદ પુત્રદા એકાદશી પર પંજરી ચઢાવવાને ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે ભગવાન શ્રી હરિને પંજરીનો પ્રસાદ ખૂબ જ પ્રિય છે. આ દિવસે વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને પંજીરીમાંથી અન્નકૂટ ધરાવવાથી ઘરની સુખ-શાંતિ વધે છે. ખાસ કરીને પારિવારિક મતભેદનો અંત આવે છે અને વ્યક્તિને ઘરની સમસ્યાઓમાંથી રાહત મળે છે.
ફળનો લગાવો ભોગ ભગવાન વિષ્ણુને ફળ અર્પણ કરવું પણ ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. ફળોને શુભ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાનને ફળ અર્પણ કરવાથી જીવનમાં સારી તકો અને સફળતા મળે છે. પૌષ પુત્ર એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરીને તેમને ફળ અર્પણ કરવાથી ભાગ્યના દ્વાર ખુલે છે અને સૌભાગ્યમાં વધારો થાય છે.