અમદાવાદ : ગુજરાતના રાજકોટ(Rajkot) જિલ્લાના વીછીયામાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે તંગદિલી સર્જાઈ હતી. જેમાં જ્યારે સ્થાનિક લોકોએ હત્યાના આરોપીઓનું સરઘસ ન કાઢવા પર નારાજગી વ્યક્ત કરી અને પોલીસ સ્ટેશન પર હુમલો કરી પથ્થરમારો કર્યો હતો.
આ પણ વાંચો : ભુજમાં 18 વર્ષની યુવતી પડી 540 ફૂટ ઊંડા બોરવેલમાં; યુવતીને બચાવવા તંત્ર ખડેપગે
અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ એક અઠવાડિયા પૂર્વે 31 ડિસેમ્બરના રોજ ઘનશ્યામ રાજપરા નામના યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જેમાં ઘનશ્યામે આરોપીઓ દ્વારા ગેરકાયદે બાંધકામ અંગે જમીન પચાવી પાડવાની ફરિયાદ કરી હતી, જેના કારણે સાત આરોપીઓએ તેની હત્યા કરી હતી. પોલીસે અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરી છેઆ ઘટના બાદ કોળી સમાજના લોકો વિછીયા પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં એકઠા થયા હતા.
પોલીસે લાઠીચાર્જ કર્યો, 52 લોકોની અટકાયત
તેમણે સમગ્ર શહેરમાં આરોપીઓનું સરઘસ કાઢવાની માંગ કરી હતી. જ્યારે પોલીસે સ્પષ્ટ કર્યું કે સરઘસ કાઢવું ગેરકાયદે છે. તો એકત્ર લોકો ગુસ્સે થઈ ગયા અને પથ્થરમારો કરવા લાગ્યા. આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો અને 10 ટીયર ગેસના શેલ છોડ્યા. આ ટોળાએ પોલીસ સ્ટેશન, વાહનો અને પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે તાત્કાલિક વધારાના દળો બોલાવ્યા અને 52 લોકોની અટકાયત કરી હતી.
આ પણ વાંચો : ચાંગોદરમાં ચાલતા કોલ સેન્ટર પર SMCના દરોડાઃ પાંચ આરોપી ઝડપાયા
એફઆઇઆર માટેની પ્રક્રિયા ચાલુ
રાજકોટ ગ્રામ્ય એસપી હિમકાર સિંહે જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિને નિયંત્રણમાં છે. તેમજ પોલીસે ટીયર ગેસના 10ના શેલ છોડ્યા અને 52 લોકોની અટકાયત કરી. તેમજ તપાસ બાદ એફઆઇઆર માટેની પ્રક્રિયા ચાલુ છે