ટોપ ન્યૂઝનેશનલ

દેશમાં કર્ણાટક, ગુજરાત અને બંગાળ બાદ ચેન્નાઈમાં  HMVP ના નવા બે કેસ, કુલ  છ કેસ નોંધાયા…

નવી દિલ્હી : ભારતમાં પણ હ્યુમન મેટાપ્યુમો વાયરસ (HMPV)ના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેમાં અત્યાર સુધી ભારતમાં કર્ણાટકમાંથી બે અને ગુજરાતમાંથી એક અને પશ્ચિમ બંગાળમાં એક કેસ નોંધાયો હતો. જ્યારે હવે  ચેન્નાઈમાંથી HMPVના વધુ બે નવા કેસ નોંધાયા હતા. જેના પગલે  દેશભરમાં HMPVના કુલ  છ કેસ નોંધાયા છે. મીડિયા અહેવાલ અનુસાર આ કેસ તમિલનાડુના ચેન્નાઈ શહેરની બે અલગ-અલગ હોસ્પિટલોમાં નોંધાયા છે. હાલમાં આ બાબતો અંગે વધુ માહિતી બહાર આવી નથી. આ દરમિયાન રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓએ એચએમપીવીને તપાસવા માટે લેવાતા પગલાં અને તેના ચેપને રોકવા માટે લેવામાં આવતી સાવચેતીઓ અંગે ચર્ચા કરવા માટે એક બેઠક યોજી છે.

આ પણ વાંચો : HMP વાઈરસ મુદ્દે સરકાર એલર્ટ, જારી કરી Advisory

ચિંતા કરવાની જરૂર નથી – જેપી નડ્ડા

HMPVને લઈને દેશભરમાંથી પાંચ કેસ નોંધાયા છે. જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી  જેપી નડ્ડાએ કહ્યું છે કે હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) કોઈ નવો વાયરસ નથી અને તે ઘણા વર્ષોથી વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે. દેશની આરોગ્ય પ્રણાલી અને સર્વેલન્સ નેટવર્ક સતર્ક રહે છે. તે સુનિશ્ચિત કરે છે કે દેશ કોઈપણ ઉભરતા સ્વાસ્થ્ય પડકારોનો ઝડપથી જવાબ આપવા માટે તૈયાર છે. ચિંતાનું કોઈ કારણ નથી અને અમે સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.

દેશભરમાં એડવાઈઝરી જાહેર

જો કે સરકારો કહી રહી છે કે દેશભરમાં નોંધાયેલા HMPV કેસોને લઈને ચિંતા કરવાની જરૂર નથી, તો બીજી તરફ વિવિધ રાજ્યોએ પણ આ અંગે એડવાઈઝરી જાહેર  કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયથી લઈને દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને રાજસ્થાનની સરકારોને આ અંગે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો : જાણો.. HMPV વાયરસ કેટલા દેશમાં ફેલાયો, શું છે સારવાર અને રસીની સ્થિતી

કર્ણાટક અને ગુજરાતમાં ત્રણ કેસ

તમિલનાડુમાં કેસ નોંધાયા પહેલા કર્ણાટકમાંથી બે અને ગુજરાતમાં એક કેસ નોંધાયો હતો. ત્રણેય કેસોમાં ચેપગ્રસ્ત બાળકો છે. કર્ણાટકમાં જે બે બાળકોને ચેપ લાગ્યો છે તેમાંથી એક ત્રણ મહિનાનું નવજાત છે. બીજો કેસ 8 મહિનાના બાળકનો છે. તે બંનેને બ્રોન્કોપ્યુનિમોનિયાના ઇતિહાસ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્રીજો કેસ ગુજરાતનો હતો, જેમાં બાળકી 2 મહિનાની છે અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button