નક્સલી હુમલામાં માર્યા ગયેલા જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાયઃ અમિત શાહ…
નવી દિલ્હી: માર્ચ ૨૦૨૭ સુધીમાં દેશમાંથી નક્સલીઓને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે છત્તીસગઢમાં ઉગ્રવાદીઓ દ્વારા માર્યા ગયેલા લોકોનું બલિદાન વ્યર્થ નહીં જાય, એમ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું.
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલીઓએ ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી)ના વાહનને શક્તિશાળી ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઇઇડી) વડે ઉડાવી દીધા બાદ આઠ જવાન અને એક નાગરિક ડ્રાઇવરના મોત બાદ અમિત શાહે ટિપ્પણીઓ આવી હતી.
આ પણ વાંચો : ગુરુ ગોવિંદ સિંહજીને જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ અને PM Modi એ શ્રદ્ધાંજલિ અર્પી…
તેમણે હિન્દીમાં એક્સ’ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે “બીજાપુર (છત્તીસગઢ) માં આઇઇડી વિસ્ફોટમાં ડીઆરજી સૈનિકોના મોતના સમાચારથી હું ખૂબ જ દુઃખી છું. હું બહાદુર સૈનિકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.
“આ દુઃખને શબ્દોમાં વ્યક્ત કરવું અશક્ય છે, પરંતુ હું તમને ખાતરી આપું છું કે આપણાં સૈનિકોનું બલિદાન વ્યર્થ નહીં જાય. અમે માર્ચ ૨૦૨૬ સુધીમાં ભારતમાં નક્સલવાદનો અંત લાવી દઈશું,”
છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં સુરક્ષા દળો પર માઓવાદીઓ દ્વારા આ સૌથી મોટો હુમલો હતો અને ૨૦૨૫નો પ્રથમ હુમલો હતો.