મહારાષ્ટ્ર

જનપ્રતિનિધિઓને પૂરતી સુરક્ષા સુનિશ્ચિત કરો: શરદ પવારે લખ્યો ફડણવીસને પત્ર

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
એનસીપી (એસપી)ના વડા શરદ પવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને એવી અપીલ કરી છે કે તેઓ જનપ્રતિનિધિઓ અને અન્ય નેતાઓ માટે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરે અને તેમને પૂરતું પોલીસ રક્ષણ પૂરું પાડે.
ફડણવીસને રવિવારે લખેલા પત્રમાં, શરદ પવારે બીડ જિલ્લાના એક ગામના સરપંચ સંતોષ દેશમુખના કેટલાક હત્યારાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી, જે ઘટનાના લગભગ એક મહિના પછી પણ ફરાર છે.

આ ક્રૂર ઘટનાની પ્રતિક્રિયા હવે રાજ્યભરમાં આવી રહી છે અને તાજેતરમાં બીડમાં પ્રથમ ‘આક્રોશ મોરચા’નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં જનપ્રતિનિધિઓએ ગુનાના ‘માસ્ટરમાઇન્ડ’ની ધરપકડની માગણી કરી હતી, એમ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કોઈનું નામ લીધા વિના જણાવ્યું હતું.

આ પણ વાંચો: સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિ નિમિત્તે પુણેમાં યોજાનારા કાર્યક્રમમાં શરદ પવાર સાથે ભુજબળ સ્ટેજ પર સાથે આવશે

સોમવારે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરાયેલા પત્રમાં પવારે જણાવ્યું હતું કે, પક્ષના વાડા તોડીને જનપ્રતિનિધિઓ અને નેતાઓ જાહેર પ્લેટફોર્મ પરથી આ ઘટનાની નિંદા કરી રહ્યા છે અને ‘માસ્ટરમાઇન્ડ’ અને તેના માટે જવાબદાર વ્યક્તિનું નામ પણ લઈ રહ્યા છે.

પવારે ફડણવીસને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે દેશમુખની ક્રૂર હત્યા બીડમાં પહેલી ઘટના નથી કારણ કે ભૂતકાળમાં પણ ત્યાં હત્યા, અપહરણ અને ખંડણીના કેસ નોંધાયા હતા, અને જનપ્રતિનિધિઓ અને નેતાઓએ શંકા વ્યક્ત કરી છે કે આ બધા એકબીજા સાથે જોડાયેલા છે.

‘આ પરિસ્થિતિ વચ્ચે આ ગુનેગારો જનપ્રતિનિધિઓના જીવન માટે ખતરો ઉભો કરે તેવી શક્યતા નકારી શકાય નહીં,’ એમ તેમણે કહ્યું હતું.

‘તેથી, આ બાબતની ગંભીરતાને ઓળખીને, મુખ્ય પ્રધાનને એક ઔપચારિક મેમોરેન્ડમ દ્વારા આ પ્રતિનિધિઓ અને અન્ય નેતાઓ માટે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા અને રાજ્ય સરકાર દ્વારા તેમને પૂરતું પોલીસ રક્ષણ ઉપલબ્ધ કરાવવાની વિનંતી કરવામાં આવી છે,’ એમ તેમણે કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button