IPL 2024સ્પોર્ટસ

IND Vs Pak: અમદાવાદમાં પાકિસ્તાનનો ધબડકો, જીતવા માટે ભારતને 192 રનનો ટાર્ગેટ

અમદાવાદ: અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વન ડે વર્લ્ડ કપની મેચમાં 31 ડિગ્રીના તાપમાન વચ્ચે ટીમ ઇન્ડિયાના બોલરોની એકંદરે મજબૂત બોલિંગને કારણે ઓવરમાં 10 વિકેટે 191 રન બનાવ્યા હતા. 42.5 ઓવરમાં પાકિસ્તાન ઘરભેગું થયું હતું.

પાકિસ્તાન વતીથી કેપ્ટન બાબર આઝમ (50), મહંમદ રિઝવાન (49), ઇમામ ઉલ હક (36) સહિત સફિક (20) નોંધપાત્ર બનાવાયા હતા પણ તેમના સિવાય અન્ય બેટર નિષ્ફળ રહ્યા હતા.

બીજા સ્પેલ એટલે 25 ઓવર પછીના સમયમાં બીજા 66 રનમાં પાકિસ્તાને 8 વિકેટ ગુમાવી હતી, જેમાં પાકિસ્તાનના બેટરે ભારતીય બોલર સામે નમતું જોખીને રમત રમતા સામાન્ય સ્કોર બનાવી શક્યા હતા.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આજની પહેલી ઈનિંગમાં પાકિસ્તાન પહેલા સ્પેલમાં મજબૂત પર્ફોર્મ કર્યું હતું, પણ પચીસ ઓવર પછી પાકિસ્તાને પકડ ગુમાવી હતી. તબકકાવાર મહત્વની વિકેટ ગુમાવી હતી, જેમાં બે વિકેટે 25 ઓવરમાં 125 રન કર્યા હતા, પણ બીજા સ્પેલમા તમામ બોલરે વિકેટ લીધી હતી. કુદલીપ યાદવે એક ઓવર માં બે વિકેટ અને બુમરાહે પણ બે બોલ્ડ કર્યા હતા. એના સિવાય હાર્દિક પંડ્યા અને મહોમદ સિરાજે પણ બે વિકેટ લીધી હતી. ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ બે વિકેટ લીધી હતી, જેમાં આજની મેચમાં શર્દુલ ઠાકુર સિવાય અન્ય બોલરને વિકેટ મળી હતી.

આજે અમદાવાદમાં રમાયેલી મેચમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સ્ટેડિયમમાં અનેક લોકોને ગભરામણ અનુભવી હતી, જ્યારે અનેકને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આજની મેચ જોવા માટે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય મહાનુભાવો આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button