મહાકુંભમાં જાવ છો? તો આ પાંચ સ્થળોની મુલાકાત લેવાનું ચૂકશો નહીં…
13મી જાન્યુઆરીથી મહાકુંભનો પ્રારંભ થશે. આ જ દિવસથી કુંભ સ્નાન અને મેળો શરૂ થઈ જશે જેના માટે પ્રશાસને કમર કસીને તૈયારીઓ કરી છે. આ તૈયારીઓ હાલમાં અંતિમ તબક્કામાં છે. અહીંયા તમારી જાણ માટે કે આ વખતે મહાકુંભ છે જેનું મુહૂર્ત 144 વર્ષ બાદ આવે છે. આવી પરિસ્થિતિમાં 2025માં યોજાયાનારા આ મેળામાં 40 કરોડ શ્રદ્ધાળુઓ સામેલ થાય એવી શક્યતા છે. જો તમે પણ મિત્રો કે પરિવાર સાથે કુંભમેળામાં જઈ રહ્યા છો તો તમારી જાણ માટે કે પ્રયાગરાજ માત્ર સંગમ નગરી અને કુંભ મેળા પૂરતી જ સિમીત નથી. આ શહેરમાં અનેક એવા ઐતિહાસિક સ્થળો આવેલા છે કે જેની મુલાકાત પણ તમે તમારી આ પ્રયાગરાજ વિઝિટ દરમિયાન લઈ શકો છો. ચાલો તમને જણાવીએ પાંચ એવી જગ્યાઓ વિશે કે જ્યાંની મુલાકાત લઈ શકો છો.
આ પણ વાંચો: Mahakumbh 2025: મહાકુંભમાં શાહી સ્નાન દરમિયાન શ્રદ્ધાળુઓ માટે કરવામાં આવી આ વિશેષ સુવિધા…
ઈલાહાબાહ ફોર્ટઃ
1583માં મોગલ બાદશાહ અકબર દ્વારા આ કિલ્લાનું નિર્માણ કરાવમાં આવ્યું હતું. અહીં તમે અક્ષયવટ વૃક્ષ, અશોક સ્થંભ, ભૂગર્ભમાં રહેલું મંદિર પણ જોવા મળશે. આ કિલ્લો મોગલ આર્કિટેક્ચરનું એક ઉત્કૃષ્ટ નમુનો છે.
આનંદ ભવનઃ
આનંદ ભવન એક સમયે નહેરુ પરિવારનું નિવાસસ્થાન હતું, જેનું નિર્માણ 1930માં મોતીલાલ નહેરુએ કરાવ્યું હતું. ત્યાર બાદ આ જગ્યાને મ્યુઝિયમમાં કન્વર્ટ કરવામાં આવ્યું હતું. અહીં નહેરુ પરિવાર અને આઝાદીથી સંકળાયેલી તમામ માહિતી જાણવા મળશે.
ખુસરો બાગઃ
મોગલ શાસન દરમિયાન આ ખુસરો બાગ પ્રયાગરાજનું સૌથી મોટું સેન્ટર ઓફ અટ્રેક્શન હતું. એવું કહેવાય છે કે આ સ્થળે રાજકુમાર ખુસરોનું આરામ કરવાનું સ્થળ હતું. અહીં આવ્યા બાદ તમને પણ અદ્ભૂત શાંતિનો અહેસાસ થશે, કારણ કે અહીંની કુદરતી સુંદરતા તમને માનસિક શાંતિ પ્રદાન કરશે.
ભારદ્વાજ આશ્રમઃ
આ આશ્રમને લઈને લોકોમાં એવી માન્યતા છે કે 14 વર્ષના વનવાસ દરમિયાન મર્યાદા પુરુષોત્તમ રામ, સીતા માતા અને ભાઈ લક્ષ્મણ સાથે અહીં રોકાયા હતા. અહીં તમને ભરત અને સીતા કુંડ પણ જોવા મળશે. એવી માન્યતા છે કે ત્રેતાયુગમાં ભગવાન રામે ભરતકુંડ પાસે યજ્ઞ કર્યું હતું. આ આશ્રમમાં તમને શિવાલય પણ જોવા મળશે, જે ભારદ્વાજ ઋષિના સમયથી હતું એવું જ રહ્યું છે.
ત્રિવેણી સંગમઃ
તમને મહાકુંભ દરમિયાન ત્રિવેણી સંગમની મુલાકાત તો લેવી જ જોઈએ. આ જ એ જગ્યા છે જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી નદીનો સંગમ થાય છે. આ ત્રણેય નદીઓના સંગમ સ્થળ પર પાણીની નીચે જ આપસમાં મળે છે. અહીં પણ કુંભનું સ્નાન થાય જ છે, એટલે આ જગ્યાનું પણ ધાર્મિક રૂપથી ખૂબ જ મહત્ત્વ છે.
વિક્ટોરિયા મેમોરિયલઃ
ઈટલીના સંગમરમર પથ્થરથી બનાવવામાં આવેલું એક સ્ટ્રક્ચર છે જે લોકોને ખૂબ જ પસંદ છે. આ એક છત્રી છે જ્યાં નીચે પહેલાં રાણી વિક્ટોરિયાની મૂર્તિ સ્થાપવામાં આવી હતી. બાદમાં આ મૂર્તિ હટાવવામાં આવી હતી, પરંતુ છત્રીનું સ્ટ્રક્ચર હજી પણ છે.