આમચી મુંબઈ

Kurla Station પરની ભીડમાંથી પ્રવાસીઓને મળશે મુક્તિ…

મુંબઈઃ મધ્ય રેલવેના સૌથી વ્યસ્ત સ્ટેશન પૈકી કુર્લા રેલવે સ્ટેશન (Kurla Station) પર સૌથી વધુ પ્રમાણમાં ભીડ જોવા મળે છે. મધ્ય અને હાર્બર લાઈનને જોડનારા આ સ્ટેશન પર ભીડમાંથી રસ્તો કાઢીને આગળ વધવું પ્રવાસીઓ માટે પણ અઘરું થઈ પડે છે, પરંતુ હવે રેલવે દ્વારા એવું કંઈક પગલું લેવામાં આવશે, જેને કારણે આ સ્ટેશનની ભીડ ઓછી થશે.

મધ્ય રેલવે દ્વારા ચુન્નાભટ્ટી-તિલકનગર વચ્ચે કુર્લા એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે. પ્રસ્તાવિત પ્રકલ્પ અંતર્ગત જ કુર્લા એલિવેટેડ સ્ટેશન પણ બનાવવામાં આવશે. આ પ્રકલ્પ 2025ના અંત સુધીમાં પૂરું થવાની શક્યતા છે અને એને કારણે ભીડ પર નિયંત્રણ મેળવી શકાશે.

ચુન્નાભટ્ટીથી તિલકનગર વચ્ચે એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે અને એનો ફાયદો પનવેલ-કુર્લા વચ્ચે પ્રવાસ કરનારા પ્રવાસીઓને થશે. પાંચમી-છઠ્ઠી લાઈન કુર્લાથી સીએસએમટી સુધી લઈ જવા માટે રેલવે સામે જમીનની સમસ્યા છે. જેને કારણએ ચુન્નાભટ્ટીથી તિલકનગર વચ્ચે એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે.

આ પણ વાંચો : લોનાવાલા-કર્જત ઘાટ પર ટ્રેનોની સ્પીડમાં થશે વધારો, જાણો મધ્ય રેલવેની યોજના?

કુર્લા સ્ટેશન પર બે વધારાની લાઈન છે જેના પરથી મેલ એક્સપ્રેસ, દોડાવવામાં આવે છે, જેને લોકલની સર્વિસ પર અને સ્પીડ પર અસર જોવા મળે છે. આને જ કારણે કુર્લા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર સાત-આઠ નજીક આ એલિવેટેડ રોડ બનાવવામાં આવશે અને આ રૂટની લંબાઈ 1.1 કિલોમીટર જેટલી હશે.

આ પ્રોજેક્ટને કારણે પનવેલ-કુર્લા પ્રવાસ ઝડપી બનશે. આ કામ માટે હાર્બર લાઈન પર બે પ્લેટફોક્મની આઠ મીટર જેટલા ઉપર ઉઠાવવામાં આવશે. આ માટે તિલકનગર સ્ટેશન પછી સાંતાક્રુઝ ચેમ્બુર લિંક રોડની નીચેથી રેલવે ફ્લાયઓવર બાંધવામાં આવશે. આ ફ્લાયઓવર કુર્લા સ્ટેશનથી આગળ કસાઈવાડા પુલ પાસે ઉતરશે અને ત્યાંથી હાલના માર્ગને જોડશે અને એક ટર્મિનલ પ્ટફોર્મ પણ બનાવવામાં આવશે.

હાર્બર લાઈન પર અનેક પ્રવાસીઓ પનવેલ-કુર્લા વચ્ચે પ્રવાસ કરે છે. પ્રવાસીઓ માટે આ માર્ગ ખૂબ જ લાભદાયી રહેશે. આ માર્ગની લંબાઈ 1.1 કિમી રહેશે. કસાઈવાડા ખાતે ત્રણ પ્લેટફોર્મ ઊભા કરવામાં આવશે. જ્યાં ફૂટઓવર બ્રિજ, સ્કાયવોક બનાવવામાં આવશે કેન્ટિનસ પ્રવાસીઓ માટે વધારાની જગ્યા પૂરી પાડવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button