મનોરંજન

Happy Birthday: આ એક આલ્બમે સિંગર-એક્ટરને નેક્સ્ટ લેવલએ પહોંચાડી દીધો…

બોલીવૂડમાં ઘણા એવા અભિનેતા છે, જેમણે તેમની કરિયરમાં ગીત ગાયા છે અને અમુક લોકપ્રિય પણ બન્યા છે, પરંતુ અભિનય અને ગાયકીમાં એકસરખો જાદુ ચલાવ્યો હોય તેવા નામ ગણવા પણ મુશ્કેલ છે. વિતેલા જમાનાના કલાકાર કિશોર કુમાર સિવાય એવા નામ આપણા હોઠ પર જલદીથી આવતા નથી. આજના સમયમાં બે નામ એવા છે જેમણે ગાયક અને અભિનેતા તરીકે જબરી નામના મેળવી છે, જેમાંનો એક છે આયુષ્યમાન ખુરાના અને બીજો આજનો બર્થ ડે સેલિબ્રિટી. જી હા, દિલજીત દોસાંજ.

આ પણ વાંચો : Manmohan Singh ના અસ્થિ વિસર્જનમાં કોંગ્રેસ નેતાઓની ગેરહાજરી અંગે કોંગ્રેસ પાર્ટીએ કરી આ સ્પષ્ટતા

kalki fashion

આજે 6 જાન્યુઆરી, 1984ના રોજ જન્મેલા દિલજીત પોતાના નામને સાર્થક કરી દિલ જીતી લીધું છે અને 2024 તેની માટે ખૂબ જ સફળ વર્ષ સાબિત થયું છે.

દિલજીતે સિંગિગ કરિયરની શરૂઆત 2004મા ઈશ્ક કા ઉડા આડા નામના આલ્બમથી

કરી પણ ઘરઘરમાં જાણીતો થયો તેના છઠ્ઠા આલ્બમ ધ નેક્સ્ટ લેવલથી જે 2009માં રિલિઝ થયો. આ આલ્બમે પંજાબી સંગીતજગતમાં દિલજીતનું નામ ગૂંજતું કર્યું. 2024માં તેની દિલ-લુમનાટી ટૂરે તેને ટૉપ લેવલનો સિંગર-પર્ફોમર સાબિત કર્યો અને તેના શૉની ટિકિટો રેકોર્ડબ્રેક પ્રાઈસમા વેચાઈ.

દિલજીતે જેટલી કરામત ગાયકીમાં બતાવી તેટલી જ અભિનયમાં પણ. પંજાબી ગાયક ચમકીલા પર બનેલી બાયોગ્રાફી હોય કે હોકી પ્લેયર Sandeep Sinhની બાયોગ્રાફી સૂરમા હોય. દિલજીત એ પાત્રને પદડા પર જીવી બતાવે છે. ઉડતા પંજાબ, હોંસલા રખ જેવી તેની ફિલ્મો પણ ઘણી વખાણાઈ છે.

આ પણ વાંચો : પિતાએ તેમના કોન્સર્ટમાં પહેલીવાર હાજરી આપી તો દિલજીત દોસાંઝે કંઇક….

news crunch

દિલજીતી વિવાદોમાં પણ આવ્યો છે, પરંતુ તેની પ્રતીભા લોકોને એટલી જ આકર્ષે છે. થોડા દિવસો પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ તે રાજકારણમાં ઝંપલાવશે કે શું તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. દિલજીત આગળ જે કરે તે પણ તેનો અવાજ અને તેનો અભિનય તેની આગવી ઓળખ છે અને રહેશે તે નક્કી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button