સ્પોર્ટસ

BCCI આ તારીખે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાત કરશે! આ ખેલાડીને મળી શકે છે સુકાનીપદ

મુંબઈ: ઓસ્ટ્રેલીયાના પ્રવાસ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન (Indian Cricket Team) નિરાશાજનક રહ્યું, ભારતે 1-૩થી ટેસ્ટ સિરીઝ ગુમાવી. ભારતીય ક્રિકેટ ટીમ હવે ઘર આંગણે ઇંગ્લેન્ડ સામે 5 મેચની T20 અને 3 મેચની વનડે સિરીઝ (IND vs ENG) રમશે, આ બંને સિરીઝ ભારતીય ટીમ માટે ચેમ્પિયન્સ ટ્રોફી (ICC Champions Trophy) પહેલા લીટમસ ટેસ્ટ સમાન છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનીયર ખેલાડીઓ હાલ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યા છે. ઈંગ્લેન્ડ સામેની સિરીઝ અને અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે, પરંતુ એ પહેલા ઘણી અટકળો વહેતી થઇ છે.

કેપ્ટનશિપમાં સંભવિત ફેરફાર:
એવા આહેવાલો વહેતા થયા છે કે રોહિત શર્મા ટેસ્ટ ઉપરાંત વનડેની કેપ્ટનશિપ પણ છોડી શકે છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે રોહિત નિવૃત્તિ જાહેર કરી શકે છે. હાર્દિક પંડ્યાને ODI ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી શકે છે. જો કે, જસપ્રિત બુમરાહ, શુભમન ગિલ અને શ્રેયસ અય્યર પણ કેપ્ટનશિપના દાવેદારોમાં છે.

Also read: ભારતીય ક્રિકેટ ટીમનું આગમન વિલંબમાં મુકાયું, કારણકે…

ઈંગ્લેન્ડે ટીમ જાહેર કરી:
ઈંગ્લેન્ડે માત્ર ભારત સામેની સિરીઝ માટે જ નહીં, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પણ ટીમની જાહેરાત કરી દીધી છે. રિપોર્ટ અનુસાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેનારી તમામ 8 દેશોએ 12 જાન્યુઆરી સુધીમાં ટીમ જાહેર કરવાની રહેશે. ભારત 11 જાન્યુઆરીએ જ ટુર્નામેન્ટ માટે ટીમની જાહેરાત કરી શકે છે. અહેવાલ મુજબ ચીફ સિલેક્ટર્સ, કેપ્ટન અને કોચ વચ્ચે ટીમ અંગે ચર્ચા થઈ રહી છે.

ICC ચેમ્પિયન્સ ટ્રોફી:
ઉલ્લેખનીય છે કે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 8 ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાશે. આ ટુર્નામેન્ટનું આતોજન પાકિસ્તાન અને દુબઈમાં હાઈબ્રિડ મોડલ મુજબ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં 3 સ્થળો છે, રાવલપિંડી, લાહોર અને કરાચી, જ્યારે બીજી સેમિફાઇનલ લાહોરમાં રાખવામાં આવી છે. જો ભારત ફાઈનલ માટે ક્વોલિફાય નહીં થાય તો ફાઈનલ 9 માર્ચે લાહોરમાં રમાશે, અન્યથા તે દુબઈમાં રમાશે. બીજી સેમિફાઇનલ અને ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.

ICC ચેમ્પિયન્સ ટ્રોફી-2025માં ભારત તેની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે, જ્યારે બીજી મેચ 23 ફેબ્રુઆરીએ દુબઈમાં પાકિસ્તાન સામે રમાશે. ભારતની છેલ્લી લીગ મેચ 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે રમાશે. જો ભારત સેમિ-ફાઇનલ માટે ક્વોલિફાય થાય, તો તેનું આયોજન 4 માર્ચે દુબઈમાં કરવામાં આવશે. જો ભારત ક્વોલીફાય નહીં થાય તો પ્રથમ સેમની ફાઈનલ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં યોજાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button