હેં, ભારતના હિલ સ્ટેશન પર ગાડીઓ લઈ જવા પર છે પ્રતિબંધ, સુંદરતા એવી કે…
હિલ સ્ટેશનનું નામ આવે એટલે આંખો સામે તરવરી ઉઠે સુંદરમજાના લીલાછમ્મ વાંકાચૂંકા રસ્તાઓ, અદ્ભૂત શાંતિ… આવી જગ્યાઓ પર પોતાની કારમાં પરિવાર અને મિત્રો સાથે લોન્ગ ડ્રાઈવ પર જવાનું કોને ના ગમે? પરંતુ જો તમને કોઈ કહે કે ભારતમાં જ એક એવું હિલ સ્ટેશન આવેલું છે જ્યાં કાર, બાઈક વગેરે લઈ જવા પર પ્રતિબંધ છે તો તમારા માનવામાં આવે ખરું? સાંભળવામાં ભલે થોડું વિચિત્ર લાગે પણ આ હકીકત છે. ચાલો તમને જણાવીએ આ અનોખા હિલ સ્ટેશન વિશે…
કયુ છે આ હિલ સ્ટેશન? આજે અમે અહીં તમને એક એવા હિલ સ્ટેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં કાર લઈ જવા પર પ્રતિબંધ છે, કારણ કે આ ભારતનું ઓટોમાબઈલ ફ્રી હિલ સ્ટેશન છે. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલું માથેરાન (Matheran) હિલસ્ટેશન સંપૂર્ણપણે ઓટોમોબાઈલ ફ્રી છે અને તે પોલ્યુશન ફ્રી હિલ સ્ટેશન પર પણ છે.
કઈ રીતે પહોંચશો? માથેરાન પહોંચવા માટે લોકો મોટાભાગે ઘોડા કે હાથ રિક્ષા પર આધાર રાખે છે. આ સિવાય જો તમને ટ્રેકિંગનો શોખ હોય તો તમે ટ્રેકિંગ કરીને પણ અહીં પહોંચી શકો છો. લૂઈસા પોઈન્ટથી ટ્રેકિંગ કરીને અીં પહોંચી શકાય છે. આ ઉપરાંત જો તમને ટ્રેનની મુસાફરી ગમતી હોય તો તમે મધ્ય રેલવે દ્વારા ટોય ટ્રેન પણ દોડાવવામાં આવે છે. બે-અઢી કલાકની સુંદર ટોય ટ્રેન જર્ની તમને બાળપણના દિવસો યાદ કરાવશે. ફરવાલાયક સ્થળો વાત કરીએ માથેરાનમાં ફરવાલાયક જગ્યાઓ વિશે તો અહીં અનેક ફરવાલાયક સુંદર સ્થળો આવેલા છે. માથેરાનનું સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ છે ચાર્લોટ લેક. આ ચાર્લોટ લેક પોતાની સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે. પર્યટકો અહીં આવવાનું ખૂબ જ પસંદ કરે છે. અહીં તમે શાંત અને સુંદર સમય પસાર કરી શકો છો. આ સિવાય અહીં સનસેટ, સનરાઈઝ પોઈન્ટ્સ, ઈકો પોઈન્ટ્સ જેવા વિવિધ પોઈન્ટ્સ પણ આવેલા છે.
Also read: આવતીકાલથી માથેરાનની રાણી નેરલ અને માથેરાન વચ્ચે ધબકતી
એકોમોડેશન અને સ્ટે માથેરાન ઓટોમોબાઈલ ફ્રી હોવાની સાથે સાથે જ દેશનું સૌથી નાના હિલ સ્ટેશનનો ખિતાબ પણ માથેરાને પોતાના નામે કર્યો છે. અહીં રહેવા માટે એકથી ચઢિયાતા એક સારા સારા ઓપ્શન ઉપલબ્ધ છે. અલગ અલગ રેન્જની હોટેલ, વિલા અને હોમ સ્ટે ઉપલબ્ધ છે. મુંબઈથી નજીક આવેલું હોવાને કારણે તમે શોર્ટ બ્રેક કે વીકએન્ડ સમયે પણ અહીં આવી શકો છો. આ હિલ સ્ટેશનની મુલાકાત તમને એકદમ રિફ્રેશિંગ અને થ્રિલિંગ ફિલ અપાવશે.