આમચી મુંબઈમહારાષ્ટ્રસ્પોર્ટસ

મેદાનમાં ક્રિકેટર પર ₹500ની નોટોનો વરસાદ થયો, જાણો કેવી રીતે…

ભિવંડી: થાણે જિલ્લાનું ભિવંડી ઉપનગર થોડા દિવસથી ચર્ચામાં રહ્યું છે. ગયા મહિને વિનોદ કાંબળીને આ જ પરાંની એક હૉસ્પિટલમાં સફળ સારવાર મળી અને હવે તે ઘરે આરામ કરી રહ્યો છે. બીજી ઘટના એક સ્થાનિક ક્રિકેટ મૅચની છે જેમાં એક પ્રેક્ષકે બૅટરની બૅટિંગથી ખુશ થઈને મેદાન પર દોડી આવ્યા બાદ પિચ નજીક તેના પર 500ની ચલણી નોટનો વરસાદ વરસાવ્યો હતો.

છત્રપતિ શિવાજી મહારાજ મેદાન પર એક રાજકીય નેતા દ્વારા સાત-સાત ઓવરની મૅચોવાળી ટૂર્નામેન્ટ રાખવામાં આવી હતી.

પવન અને ફરદીન નામના બે બૅટરે પોતાની ટીમને માત્ર 6 ઓવરમાં 84 રનનો જુમલો અપાવ્યો હતો. પવને ફક્ત નવ બૉલમાં 35 રન ખડકી દીધા હતા, જયારે ફરદીને 17 બૉલમાં 31 રન બનાવ્યા હતા. પવને પહેલા જ બૉલથી ફટકાબાજી શરૂ કરી હતી જેનાથી આનંદિત થયેલા એક પ્રેક્ષકથી રહેવાયું નહીં અને તે મેદાન પર ઊતરી આવ્યો હતો. એ પ્રેક્ષક પિચ પાસે આવી ગયો હતો અને 500 રૂપિયાની નોટનું બંડલ કાઢીને બૅટર પર એમાંની નોટો (લગભગ 50,000 રૂપિયા) વરસાવી હતી. મજાની વાત એ છે કે એમાંની મોટાભાગની નોટો પ્રેક્ષકના પોતાના પર જ પડી હતી. આ બનાવનો વિડીયો વાયરલ થયો છે.

આ પણ વાંચો…ભારતની ફ્લૉપ બૅટિંગ વચ્ચે આ પાંચ વિવાદોએ સિરીઝને રોમાંચક બનાવી…

આ પ્રેક્ષકે ખેલાડી પર 10 કે 20 રૂપિયાની નહીં, પણ 500 રૂપિયાની નોટ વરસાવીને સૌને ચોંકાવી દીધા હતા.
સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો થોડીવારમાં વાયરલ થઈ ગયા બાદ ઘટનાને વખોડવામાં પણ આવી હતી. આ રીતે દેશની ચલણી નોટ ગ્રાઉન્ડ પર ખેલાડી પર વરસાવીને દેશનું અપમાન કરાયું હોવાની ટીકા મીડિયામાં થઈ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button