ટીમ ઈન્ડિયા હવે આ મહીને સફેદ જર્સીમાં દેખાશે, આ ટીમ સામે રમાશ 5 મેચની સિરીઝ
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ હાલ છેલ્લા સમયથી ખારબ ફોર્મમાંથી પસાર થઇ રહી છે. ન્યુઝીલેન્ડ સામે ઘર આંગણે રમાયેલી ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં વ્હાઈટ વોશ થયા બાદ ઓટ્રેલીયાના પ્રવાસ પર ગયેલી ટીમ ઇન્ડિયાએ ચાહકોને નિરાશ (Indian Cricket Team Form) કર્યા. ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં ટીમને 1-૩થી હાર મળી. ત્યાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાવાનું ટીમનું સપનું તૂટી ગયું. આ ટેસ્ટ સિરીઝ દરમિયાન ખેલાડીઓએ ઘણી ભૂલો કરી હતી, આ ભૂલો સુધારવા માટે ટીમને હવે લાંબો સમય મળવાનો છે.
આ મહીને રામશે ટેસ્ટ સિરીઝ:
હવે ટીમ ઈન્ડિયા તેની ટેસ્ટ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અગામી સાઈકલમાં રમશે. ભારતીય ટીમ 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમશે. ટીમ ઈન્ડિયા આ સિરીઝ માટે ઈંગ્લેન્ડના પ્રવાસે જશે, આ સિરીઝ પાંચ મેચની હશે, પ્રથમ મેચ લીડ્ઝમાં રમાશે. આ સિરીઝ 20મી જૂનથી શરુ થશે અને 4થી ઓગસ્ટ સુધી ચાલશે. આ સિરીઝ WTC 2025-27 સાઈકલનો ભાગ હશે.
Also read:Champions Trophy 2025: PCBને ઝટકો! ટીમ ઈન્ડિયાની તમામ મેચ આ દેશમાં રમાશે!
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ:
1લી ટેસ્ટ – 20થી 24 જૂન (હેડિંગલી, લીડ્સ)
2જી ટેસ્ટ – 02-06 જુલાઈ (એજબેસ્ટન, બર્મિંગહામ)
૩જી ટેસ્ટ – 10-14 જુલાઈ (લોર્ડ્સ, લંડન)
4થી ટેસ્ટ- 23-27 જુલાઈ (અમીરાત ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર)
5મી ટેસ્ટ – 31 જુલાઈથી 04 ઓગસ્ટ (કેનિંગ્ટન ઓવલ, લંડન)
અભ્યાસ માટે ઓછો સમય:
ભારતીય ટીમ પાસે ટેસ્ટ ક્રિકેટમાં પરફોર્મન્સ સુધારવા માટે 6 મહિના જેટલો સમય છે. જો કે એ પહેલા ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીમાં વ્યસ્ત હશે, ત્યાર બાદ લગભગ તમામ ખેલાડીઓ IPL રમશે. આથી ટેસ્ટ ક્રિકેટના અભ્યાસ માટે ખેલાડીઓને ખુબ જ ઓછો સમય મળશે.
ઈંગ્લેન્ડમાં છેલ્લી સિરીઝમાં ભારતનું પ્રદર્શન:
ટીમ ઈન્ડિયાએ છેલ્લે વર્ષ 2021માં ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. તે સમયે બંને ટીમો વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ હતી. તે સિરીઝમાં 5મી મેચ વર્ષ 2022માં કોરોના પાનડેમિકને કારણે રદ થઇ હતી. સિરીઝનું પરિણામ 2-2થી ડ્રો રહ્યું હતું. તે સિરીઝ બાદ ભારતે ટેસ્ટ માટે માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો નથી. તે સમયે ટીમની કેપ્ટનશીપ વિરાટ કોહલીના હાથમાં હતી. સિરીઝની છેલ્લી મેચમાં જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો.