ટોપ ન્યૂઝનેશનલ

ચીનમાં ફેલાઈ રહેલા HMPV વાયરસની ભારતમાં દસ્તક; આઠ મહિનાનું બાળક થયું સંક્રમિત

બેંગલુરુ: ચીનમાં હાલ હ્યુમન મેટાપ્યુમોવાયરસનો (HMPV) પ્રકોપ જોવા મળી રહ્યો છે. ચીનમાં અનેક ભાગોમાં તેનો કહેર ફેલાઈ રહ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. ચીનમાં ફેલાઈ રહેલા HMPV વાયરસે હવે ભારતમાં પણ દસ્તક દીધી છે. ભારતમાં આઠ મહિનાના બાળકમાં HMPVનો પ્રથમ કેસ જોવા મળ્યો છે.

મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે બેંગલુરુમાં 8 મહિનાના બાળકમાં HMPV વાયરસનો કેસ જોવા મળ્યો છે. અહેવાલો અનુસાર ભારતમાં HMPV વાયરસનો આ પ્રથમ કેસ છે. જો કે ભારતમાં HMPV વાયરસના પ્રથમ કેસ અંગે હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી. કર્ણાટક આરોગ્ય વિભાગનું કહેવું છે કે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

સામાન્ય વાયરસ છે.
કર્ણાટકના આરોગ્ય વિભાગનું કહેવું છે કે આ વાયરસ સામાન્ય રીતે વાતાવરણમાં જોવા મળે છે અને જો તેનું પરીક્ષણ કરવામાં આવે તો ઘણા લોકો પોઝિટિવ જોવા મળશે, તે સામાન્ય વાયરસ છે. હાલમાં તેની કોઈ રસી નથી, પરંતુ તેના લક્ષણો શરદી જેવા છે. 2023માં HMPV નેધરલેન્ડ, બ્રિટન, ફિનલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીનમાં જોવા મળ્યો હતો.

આ પણ વાંચો…આગ્રામાં મંદિરમાં રાધા-કૃષ્ણમાં કરવામાં આવી તોડફોડ; લોકોમાં ભારે રોષ

ભારત શ્વસન સબંધી રોગો સામે આપશે લડત
સ્વાસ્થ્ય મંત્રાલયે ગઇકાલે જણાવ્યું હતું કે ચીનમાં સ્થિતિ અસામાન્ય નથી, વર્તમાન ઉછાળો ઈન્ફલ્યુએન્ઝા વાયરસ, આરએસવી અને એચએમપીવીને કારણે છે, જે સામાન્ય રીતે આ ઋતુમાં જોવા મળે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે તાજેતરના અભ્યાસના આંકડાઓ સૂચવે છે કે ભારત શ્વસન સંબંધી રોગોમાં કોઈપણ વધારાનો સામનો કરવા માટે તૈયાર છે. આરોગ્ય પ્રણાલીઓ અને સર્વેલન્સ નેટવર્ક સતર્ક છે, જેથી દેશમાં કોઈપણ સ્વાસ્થ્ય પડકારોનો ઉકેલી શકાય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button