નવી દિલ્હી: શિયાળાની ઋતુ બરાબરની જામી છે, ખાસ કરીને ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી અનુભવાઈ (Coldwave in North India)રહી છે. હિમાલયના પહાડોમાં સતત હિમવર્ષા થઇ રહી છે, પહાડો પરથી આવતા પવનોને કારણે રાજધાની દિલ્હીમાં કાતિલ ઠંડી પડી રહી છે. એવામાં દિલ્હીમાં વરસાદની (Rain in Delhi)આગાહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીના લોકોને ધુમ્મસથી રાહત મળી રહી છે, પરંતુ આજે ઠંડી વધી શકે છે. સોમવારે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી અને મહત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
વરસાદની આગાહી:
દિલ્હી હવામાન કેન્દ્રએ આગામી બે દિવસ દિલ્હી NCRમાં વરસાદની આગાહી કરી છે. સોમવારે નોઈડા, ગાઝિયાબાદ, ગુડગાંવ અને દિલ્હીમાં વરસાદ થઈ શકે છે. દિલ્હી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે સોમવારે સમગ્ર દિલ્હી-NCRમાં વરસાદ પડી શકે છે. વરસાદને કારણે તાપમાનમાં પણ ઘટાડો થશે. હવામાન વિભાગે 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. દિલ્હીમાં કાતિલ ઠંડીનેકારણે ઘણા બેઘર લોકોએ આશ્રયસ્થાનોમાં આશરો લઇ રહ્યા છે. ઘટતા તાપમાન વચ્ચે યમુના બજાર, કાશ્મીરી ગેટ અને એઈમ્સની નજીકના આશ્રયસ્થાનોમાં સંપૂર્ણ રીતે ભરાઈ ગયા છે.
Also read:
કાશ્મીર થીજ્યું:
પર્વતોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. રવિવારના રોજ શ્રીનગર સહિત કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં હિમવર્ષાનો ચાલુ રહી, શ્રીનગરમાં સતત બીજા દિવસે તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ કરતા નીચે રહ્યું હતું. કાશ્મીર ઉપરાંત ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષા થઇ રહી છે.