Mahakumbh 2025: મહાકુંભમાં શાહી સ્નાન દરમિયાન શ્રદ્ધાળુઓ માટે કરવામાં આવી આ વિશેષ સુવિધા…
પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજનારા મહાકુંભને(Mahakumbh 2025)લઇને તૈયારીઓ આખરી તબક્કામાં છે. તેમજ મહાકુંભમાં શાહી સ્નાનના મહત્વને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મહાકુંભ દરમિયાન શાહી સ્નાન દરમિયાન ચાર જગ્યાએથી ભક્તોને મેળા વિસ્તારમાં પ્રવેશ આપવામાં આવશે. તેઓ કાલી રોડ થઈને સંગમ જઈ શકશે. જ્યારે તેઓ ત્રિવેણી માર્ગ થઈને પરત ફરી શકશે. આ જ સિસ્ટમ 13 મી જાન્યુઆરીએ પોષ પૂર્ણિમા અને 14મીએ મકરસંક્રાંતિ પર લાગુ થશે.
શાહી સ્નાન પર વધુ ભીડ જોવા મળશે
એસએસપી કુંભ રાજેશ કુમાર દ્વિવેદીએ કહ્યું કે શાહી સ્નાન પર વધુ ભીડ જોવા મળશે. આને ધ્યાનમાં રાખીને,શાહી સ્નાન દરમિયાન અને સામાન્ય દિવસોમાં મેળા વિસ્તારની અંદર ટ્રાફિક સુચારૂ જળવાઈ રહે તે માટે અલગથી આયોજન કરવામાં આવ્યું છે.
શાહી સ્નાનના દિવસે મેળાના વિસ્તારમાં ચાર સ્થાનોએથી પ્રવેશ કરી શકાય છે. જેમાં જીટી જવાહર, હર્ષવર્ધન તિરાહા, ( ત્રણ રસ્તા), બાંગર સ્ક્વેર અને કાલી માર્ગ-2નો સમાવેશ થાય છે. આ મેળાની અંદર આવ્યા બાદ ભક્તો કાલી રેમ્પથી ઉપલા સંગમ રોડ થઈને કાલી રોડ થઈને સંગમ જઈ શકશે જ્યારે પરત ત્રિવેણી માર્ગથી જઇ શકશે.
આ પણ વાંચો : Mahakumbh Special: કુંભમાં બસ બની આકર્ષણનું કેન્દ્ર, વિશ્વનું સૌથી ભારે ‘સ્ફટિક’ શિવલિંગ રાખ્યું છે…
વિવિધ દિશાઓ માટે અલગ અલગ યોજના
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ટ્રાફીક પ્લાન બનાવતી વખતે સંપૂર્ણ કાળજી રાખવામાં આવી છે જેથી શ્રધ્ધાળુઓને પરત ફરતી વખતે કોઈ મુશ્કેલી ન પડે અને તેઓ સરળતાથી તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકે. આથી જ અલગ-અલગ દિશામાં જવા માટે અલગ-અલગ યોજનાઓ બનાવવામાં આવી છે.
પ્રયાગરાજ જંક્શન અથવા ચોક તરફ જતા ત્રિવેણી માર્ગથી નવા યમુના પુલ નીચે ફોર્ટ રોડ તિરાહા(ત્રણ રસ્તા), એડીસી તિરાહા(ત્રણ રસ્તા) થઈને બહાર નીકળી શકાશે. તેવી જ રીતે સિવિલ લાઈન્સ તરફ જતા લોકો ફોર્ટ રોડ ઈન્ટરસેક્શનથી ફોર્ટ રોડ થઈને હર્ષવર્ધન ઈન્ટર સેક્શન થઈને એમજી માર્ગ પર જશે. અલ્લાપુર, દારાગંજ તરફ જતી પાઈપો બ્રિજ દ્વારા મોકલવામાં આવશે.