Gujarat ના નવસારીથી હવે નકલી સીએમઓ અધિકારી ઝડપાયો…
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)છેલ્લા કેટલાક વર્ષોમાં નકલી સરકારી કચેરી, નકલી વકીલ, નકલી ટોલનાકું, નકલી પોલીસ, નકલી આર્મીમેન, નકલી શિક્ષક, નકલી ડોક્ટર, નકલી પીએમઓ અધિકારી પકડાઈ ચુક્યા છે. આ દરમિયાન ગુજરાતમાં સીએમનોનો નકલી અધિકારી ઝડપાતા ગાંધીનગર સચિવાલયમાં ચકચાર મચી ગઈ હતી. આ નકલી અધિકારી 20 વર્ષથી મુખ્યપ્રધાન કાર્યાલયમાં ફરજ બજાવતો હોવાનું જુઠ્ઠાણું ફેલાવી લોકો સાથે ઠગાઈ કરતો હતો.
આ પણ વાંચો : Gujarat tourism : કચ્છમાં જે કામ થયું છે તે આખા ગુજરાતમાં થવું જોઈએ અને જનતાએ…
સીએમઓના અધિકારીની ઓળખ આપી
મળતી વિગતો મુજબ સીએમઓનો નકલી અધિકારી નિતેશ ચૌધરી સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ગામનો વતની છે. નિતેશ ચૌધરીએ પોતે સીએમઓના અધિકારીની ઓળખ આપીને નવસારીના નાયબ કલેક્ટર દેવાંગ ઠાકોર સાથે 23-10-2024થી 02-01-2025 સુધી ટેલિફોનિક વાતચીત કરી હતી અને જુદા જુદા કામો આપ્યા હતા અથવા કામોની
પ્રગતિની માહિતી માંગી હતી.
પોલીસે નિતેશ ચૌધરીની ધરપકડ કરી હતી
જો કે નવસારીના નાયબ કલેક્ટર દેવાંગ ઠાકોરે તપાસ કરતા મુખ્યપ્રધાન કાર્યાલયમાં આવો કોઈ અધિકારી ન હોવાનું જાણવા મળ્યું હતું. આથી તેમણે સીએમઓના નકલી અધિકારી નિતેશ ચૌધરી વિરુદ્ધ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે નિતેશ ચૌધરીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : વાહ રે સરકારઃ હજારો સાયકલ ભંગારમાં પડી છેં ને નવી સાયકલોનું ટેન્ડર જાહેર
હું સાહેબનો ખુબ વિશ્વાસુ રહ્યો છું
નિતેશ ચૌધરીને તેનો અભ્યાસ અને ગાંધીનગરમાં તેના મૂળ મહેકમ અંગે પુછતા તેણે જુઠાણું ચલાવ્યું હતું કે, તેનું માહિતી ખાતું છે કે કેમ કે તેણે પત્રકારત્વમાં એમએની ડિગ્રી મેળવ્યા બાદ ગુજરાત જાહેર સેવા આયોગની પરિક્ષા પાસ કરી સીધો મુખ્ય પ્રધાન કાર્યાલયમાં જ નિયુક્ત થયો હતો અને આશરે 20 વર્ષથી સીએમઓમાં ફરજ બજાવે છે અને હવે પ્રમોશનની રાહ જોઈ રહ્યો છે. હું સાહેબનો ખુબ વિશ્વાસુ રહ્યો છું વર્ષોથી એટલે પ્રમોશન આવ્યા બાદ દિલ્લી તરફ જવાની શક્યતા છે.