આમચી મુંબઈ

લોનાવાલા-કર્જત ઘાટ પર ટ્રેનોની સ્પીડમાં થશે વધારો, જાણો મધ્ય રેલવેની યોજના?

મુંબઈ: મુંબઈ-પુણે રેલવે રૂટ પર લોનાવલાથી કર્જત ઘાટ પર પેસેન્જર ટ્રેનો અને માલગાડીનું પરિવહન ઝડપી બનાવવાનો મધ્ય રેલવેએ નિર્ણય લીધો છે. આ ઘાટ પર ત્રણ જગ્યાએ ૩૦ કિ.મી. પ્રતિકલાકની વેગ મર્યાદાએ ‘સ્પીડ સેન્સિંગ ડિવાઇસ’ (એસએસડી) કાર્યરત કરીને ટ્રેનોને દોડાવવાના પ્રસ્તાવને રિસર્ચ ડિઝાઇન સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન (આરડીએસઓ)એ લીલી ઝંડી દેખાડી છે.

આ પણ વાંચો: પ્રવાસીઓ માટે રેલવેની મોટી જાહેરાત: સ્પેશ્યલ ટ્રેનોમાં 12,000 જનરલ કોચ લગાવાશે…

લોનાવાલાથી કર્જત સુધીના ઘાટ પર બહુ ધીમી ગતિએ ટ્રેનોને દોડાવવામાં આવતી હોય છે. દરેક વખતે ટ્રેનો અટકી પડે ત્યારે બ્રેકની તપાસ કરવામાં આવતી હોય છે. બ્રેક બરાબર હોવાની ખાતરી બાદ જ ટ્રેનોને રવાના કરવામાં આવતી હોય છે. સ્પીડ ઓછી કરવી, ટ્રેનો રોકવા, શરૂ થયા બાદ ચોક્કસ સ્પીડમાં આવવામાં લાગતો સમય વગેરેને કારણે દરેક પેસેન્જર ટ્રેનોના સમયમાં આઠથી ૧૦ મિનિટનો વધારો થતો હોય છે.

સ્પીડ પર નિયંત્રણ રાખી શકાશે
એસએસડી ટેક્નિકમાં ટ્રેક અને ટ્રેક પરના સિગ્નલમાં સેન્સર દ્વારા ઇલેક્ટ્રિક સ્પીડથી કમ્યુનિકેશન થતો હોય છે. એસએસડીની સ્પીડ મર્યાદા પ્રતિ કલાકે ૩૦ કિલોમીટર રહેશે. કોઇક સમયે ટ્રેનોની સ્પીડ વધવાને કારણે સિગ્નલ લાલ થઇ જતું હોય છે, તેથી ટ્રેનોની સ્પીડને કંટ્રોલ કરી તેની સ્પીડ પર નિયંત્રણ રાખી શકાય છે.

એજન્સીને મંજૂરી માટે પ્રસ્તાવ મોકલ્યો
એસએસડીને કારણે ટ્રેનોની સ્પીડ ઘટાડવી, ટ્રેનો રોકાવી, ટ્રેનો શરૂ પછી ફરી તેને ઝડપથી સ્પીડમાં લાવવાનું કાર્ય ઝટપટ થઇ શકશે. મધ્ય રેલવેએ આરડીએસઓને તપાસ માટે પ્રસ્તાવ મોકલાવ્યો હતો અને ત્યાંથી મંજૂરી મળી ગઇ હોવાથી આ મહિનાથી આરડીએસઓ અને મધ્ય રેલવે તરફથી ત્રણ મહિના માટે તપાસ હાથ ધરવામાં આવશે.

નવી ટેક્નિકથી સમય બચશે
કર્જતથી લોનાવાલા દરમિયાન કુલ ૧૦૦ ટ્રેનોની અવરજવર હોય છે. દરેક ટ્રેનના સમયમાં આઠથી દસ મિનિટનો વધારો થતો હોય છે, પરંતુ નવી ટેક્નિકને કારણે દિવસના ૧૩ કલાક બચવાની શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button