આમચી મુંબઈ

…તો વર્સોવાથી વિરાર ફક્ત ૪૫ મિનિટમાં પહોંચાશે

મુંબઈ: એમએમઆરડીએએ ઉત્તન-વિરાર દરમિયાન પંચાવન કિલોમીટર લાંબો નવો લિંક રોડ બનાવવાનું માળખું તૈયાર કર્યું છે. આ કુલ અંતરમાંથી ૨૪ કિલોમીટરનો સી-લિંક હશે. ૧૯.૯ મીટર પહોળો અને પાંચ લેન ધરાવતા માર્ગનું માળખું ટૂંક સમયમાં સરકાર પાસે મંજૂરી માટે મોકલાવવામાં આવશે.

પંચાવન કિલોમીટરનો નવો માર્ગ બીએમસીએ બાંધેલા કોસ્ટલ રોડને જોડવામાં આવશે. કોસ્ટલ રોડ વર્સોવાથી ભાયંદર ઉત્તન દરમિયાન બનાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: લંડન જેવી પોડ ટેક્સી મુંબઈમાંઃ એમએમઆરડીએએ લીધો મોટો નિર્ણય…

એમએમઆરડીએના કમિશનર સંજય મુખરજીએ આપેલી માહિતી અનુસાર પંચાવન કિલોમીટર રોડનો સંપૂર્ણ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરવામાં આવ્યો છે. હાલમાં આ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટનું કામ અંતિમ તબક્કામાં છે.

તેનું કામ પૂર્ણ થયા બાદ પ્રોજેક્ટ રિપોર્ટ સરકાર પાસે મોકલવામાં આવશે. આ પ્રોજેક્ટને કોસ્ટલ રોડને કનેક્ટિવિટી આપવામાં આવશે. આ બન્ને પ્રકલ્પ એટલે કે કોસ્ટલ રોડ અને ઉત્તન-વિરાર સી-લિંકને કારણે વર્સોવથી વિરાર ફક્ત ૪૫ મિનિટમાં પ્રવાસ કરી શકાશે.

ત્રણ જગ્યાએ હશે કનેક્ટર

પંચાવન કિલોમીટર લાંબા માર્ગ પર ત્રણ જગ્યાએ કનેક્ટર હશે. વસઇ, વિરાર અને ઉત્તનમાં આ કનેક્ટર તૈયાર કરવામાં આવશે. આ સિવાય પંચાવન કિલોમીટરના માર્ગનો આગળ વિસ્તાર કરવાની યોજના પણ એમએમઆરડીએ તૈયાર કરી રહી છે. સરકાર ઉત્તનતી વિરાર સુધી બનાવવામાં આવનાર માર્ગને પાલઘર સુધી વધારવા માગે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button