આમચી મુંબઈ

‘માતોશ્રી’માં પ્રાઈવેટ સિક્યોરિટીનો મુદ્દો બન્યો ચર્ચાનો વિષયઃ શિવસેનાના નેતાએ આપ્યું આવું કંઈક નિવેદન…

મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને તેમના પરિવારને પ્રાઈવેટ સિક્યોરિટી ગાર્ડ મળવાના અહેવાલો આવતા શિવસેનાના પ્રધાન ભરત ગોગાવલેએ જણાવ્યું હતું કે આવું પગલું ઠાકરેને પોલીસ પર વિશ્વાસ છે કે નહીં તે અંગે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે છે.

ગોગાવલેએ જણાવ્યું હતું કે ‘તેમણે પ્રાઈવેટ સિક્યોરિટી ગાર્ડ રાખ્યા એનો અર્થ એ થાય છે કે તેમને પોલીસ પર ભરોસો નહીં હોય. જો તેઓ પોલીસની સલામતી ઉપરાંત આઠ પ્રાઈવેટ સિક્યોરિટી ગાર્ડ સુરક્ષા માટે રાખે તો તમે બીજું શું તારણ કાઢી શકો?’

આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેએ માતોશ્રી બહાર લગાવ્યા પોસ્ટર, હું ફરીથી લડીશ…

શિવસેના (યુબીટી)ના એક કાર્યકરએ જણાવ્યું હતું કે તાજેતરમાં એક ઔદ્યોગિક ગૃહ દ્વારા ઓફર કરવામાં આવેલી પ્રાઈવેટ સિક્યોરિટી તૈનાત કરવામાં આવી હતી.

અધિકારીઓએ કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેને ઝેડ+ સુરક્ષા આપવામાં આવે છે. રશ્મિ, આદિત્ય અને તેજસ ઠાકરેને પણ સુરક્ષા આપવામાં આવી છે. ઝેડ+ સુરક્ષામાં સશસ્ત્ર એસ્કોર્ટ્સ, ગાર્ડ્સ, ડ્રાઇવરો અને બુલેટ-પ્રૂફ વાહન સહિત 58 કર્મચારીઓ ચોવીસ કલાક ઉપલબ્ધ હોય છે. 2023માં ઠાકરેના ઘરેથી ‘વધારાના’ પોલીસ કર્મચારીઓને પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button