ટોપ ન્યૂઝનેશનલ

BJP VS AAP: કેજરીવાલે હવે પીએમ મોદી પર વળતો કર્યો પ્રહાર, 29 મિનિટ આપી ગાળો..

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના અશોક વિહારમાં રેલીને સંબોધન કરીને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા. જે બાદ આપ (આમ આદમી પાર્ટી)ના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પીએમ મોદીના ભાષણ પર વળતો પ્રહાર કર્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના લોકોને ગાળ આપી છે. જો તેઓ અને તેમની પાર્ટીના ટોચના નેતાઓ અહીં થતા અત્યાચારને દિલ પર લીધા હોત તો આજે ત્રણ ત્રણ ઉદ્ઘાટન કરવાની જરૂર પડી ના હોત.

પીએમ મોદીના આરોપોનો જવાબ આપતાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આજે પીએમ મોદીએ 39 મિનિટનું ભાષણ આપ્યું, જેમાંથી 29 મિનિટ દિલ્હીના લોકોને ગાળો આપી હતી. અમારી પાર્ટીના ટોચના નેતાઓને જેલમાં નાંખ્યા, અમારી પાર્ટી પર અત્યાચાર કરવામાં આવ્યો.

આદમી પાર્ટીની સરકાર આવશે તો અમે પાણીના બિલ માફ કરીશુઃ કેજરીવાલ

આ ઉપરાંત તેમણે કહ્યું, અનેક લોકોના પાણીના બિલ ખોટા આવ્યા છે. તેમણે ભરવાની જરૂર નથી. ચૂંટણી બાદ તમામ ખોટા બિલ માફ કરી દેવામાં આવશે, આશરે 12 લાખ લોકોના પાણી બિલ શૂન્ય આવે છ, પરંતુ હું જ્યારે જેલમાં ગયો ત્યારે ખબર પડી કે આ લોકોએ પાછળથી શું કર્યું હતું. લોકોને લાખો અને હજારો રૂપિયાના પાણી બિલ આવ્યા હતા. લોકો પાણીને લઈ ત્રસ્ત છે. દિલ્હીના લોકો કોના કારણે પરેશાન છે જાણીએ છીએ. અરવિંદ કેજરીવાલે કહ્યું, મેં તમામ મંચ પરથી જાહેરાત કરી છે પરંતુ આજે ઔપચારિક રીતે જાહેર કરું છું કે, જો આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો અમે તેમના બિલ માફ કરીશું.

પીએમ દર પાંચ વર્ષે જૂઠું બોલવા આવે છેઃ કેજરીવાલ

આ ઉપરાંત કેજરીવાલે કહ્યું, દિલ્હીના લોકો ભાજપ અને કેન્દ્ર સરકારથી નારાજ છે. પીએમ દિલ્હીવાસીઓને ગાળો આપી રહ્યા છે, દિલ્હીના લોકોનું અપમાન કરી રહ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીના લોકો ભાજપના અપમાનનો જવાબ આપશ. લોકોની ફરિયાદ છે કે પીએમ દર પાંચ વર્ષે જૂઠું બોલવા આવે છે, ખોટા વાયદા કરે છે પરંતુ પૂરા કરતાં નથી.

દિલ્હીમાં ગત બે વિધાનસભા ચૂંટણીમાં શું થયું?

2015 અને 2020ની વિધાનસભા ચૂંટણી પર નજર કરીએ તો આમ આદમી પાર્ટીએ લગભગ સૂપડાં સાફ કર્યા હતા. 2015માં આમ આદમી પાર્ટીને 70માંથી 67 અને ભાજપને 3 બેઠક મળી હતી. 2020માં આમ આદમી પાર્ટીએ ફરી એક તરફી જીત મેળવી હતી. 70માંથી 62 સીટ જીતી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button