Israel Hamas War : હમાસે Israel ને ફેંક્યો પડકાર, બંધક મહિલા સૈનિકનો વિડીયો જાહેર કર્યો…
નવી દિલ્હી : ઈઝરાયેલે હમાસને (Israel Hamas War)નષ્ટ કરવાના લીધેલા સંકલ્પ વચ્ચે હમાસે કરી એકવાર ઈઝરાયેલના પીએમ નેતન્યાહુને પડકાર ફેંક્યો છે. ઈસ્લામિક આતંકવાદી સંગઠન હમાસે 19 વર્ષની બંધક ઈઝરાયેલની મહિલા સૈનિકનો વીડિયો જાહેર કર્યો છે. આ મહિલા સૈનિક છેલ્લા 14 મહિનાથી હમાસના કબજામાં છે. 7 ઓક્ટોબર, 2023 ના રોજ થયેલા હુમલામાં ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ મહિલા સૈનિકને 6 વધુ સાથીઓ સાથે બંધક બનાવવામાં આવી હતી. તેના એક સાથીની હત્યા કરવામાં આવી હતી જ્યારે અન્ય એકને ઇઝરાયેલ દ્વારા મુક્ત કરવામાં આવ્યો હતો. મહિલા સૈનિકે વીડિયોમાં પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે અને તેને જલ્દીથી મુક્ત કરાવવા અપીલ કરી છે.
આ પણ વાંચો : ગાઝામાં ઇઝરાયલી હુમલામાં ૫૦ નાં મોતઃ નેતન્યાહૂએ મંત્રણા માટે પ્રતિનિધિમંડળને આપી મંજૂરી…
હમાસે ઈઝરાયેલ પણ દબાણ વધારવા વિડીયો જાહેર કર્યો
ઈઝરાયેલના મીડિયા અનુસાર આ વિડીયો 14 મહિનાથી હમાસની કેદમાં રહેલી સૈનિક લીરી અલાબાગ છે. તેની ઉંમર 19 વર્ષની છે. 7 ઓક્ટોબર 2023 ના રોજ થયેલા હુમલા સમયે તેને ઇઝરાયેલ-ગાઝા સરહદ પર તૈનાત કરવામાં આવી હતી. તેને રિકોનિસન્સ સ્ક્વોડમાં પોસ્ટ કરવામાં આવી હતી. તેની પોસ્ટ પરના હુમલામાં 15 સૈનિકો માર્યા ગયા હતા જ્યારે લિરી અલબાગ અને 6 વધુ સૈનિકોને ઇસ્લામિક આતંકવાદીઓ ઉઠાવી ગયા હતા હમાસે હાલમાં જ લીરી અલબાગનો આ વિડિયો જાહેર કર્યો છે જેથી કરીને ઈઝરાયેલ સરકાર પર જાહેર દબાણ લાવી શકાય અને તે તેમની વિરુદ્ધ કાર્યવાહી બંધ કરે.
કોઈને અમારી પરવા નથી
આ વીડિયોમાં લિરી અલબાગકહે છે, મારી ઉંમર માત્ર 19 વર્ષની છે. મારી આગળ મારું આખું જીવન છે, પરંતુ હવે મારું જીવન અટકી ગયું છે. આપણે અહીં ખૂબ જ ખરાબ વર્ષની શરૂઆત કરી રહ્યા છીએ, દુનિયા આપણને ભૂલી જવા લાગી છે. કોઈને અમારી પરવા નથી. અમે એક ઉદાસ સ્વપ્ન જીવીએ છીએ.
લીરીના આ વીડિયો બાદ તેના માતા-પિતાએ આ વાતની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું છે કે આ વીડિયો જોઈને તેનું દિલ તૂટી ગયું છે અને તેમણે ક્યારેય દીકરીને આવીહાલતમાં જોઈ નથી.
તેમણે ઈઝરાયેલના વડાપ્રધાન સાથે વાત કરી છે. તેણે લિરીને મેસેજ કર્યો છે કે તે તેને મુક્ત કરવા માટે તમામ પ્રયાસ કરી રહ્યો છે. તેણે હમાસને આ વિડિયો પ્રકાશિત ન કરવા વિનંતી કરી છે. નેતન્યાહુએ તેમને ખાતરી આપી છે કે તેમની પુત્રીને ટૂંક સમયમાં મુક્ત કરવામાં આવશે. તેમણે કહ્યું છે કે આ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને વાતચીત ચાલી રહી છે.લીરી અલાબાગની સાથે અન્ય ચાર સાથી પણ હાલમાં હમાસની કેદમાં છે.
આ પણ વાંચો : શપથ ગ્રહણ પહેલા સંકટમાં ટ્રમ્પ, હશ મની કેસમાં થશે સજા તો…..
96 લોકો હજુ પણ હમાસની કેદમાં
ઉલ્લેખનીય છે કે, 7 ઓક્ટોબર 2023ના રોજ ઈસ્લામિક આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેણે 1200 થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે 3000 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં તેઓએ મોટી સંખ્યામાં સૈનિકો સહિત 251 લોકોને બંધક બનાવ્યા હતા. જેમાંથી 96 લોકો હજુ પણ હમાસની કેદમાં છે. જેમાંથી 34 લોકોના મોત થયા છે અને તેમના મૃતદેહ પરત મળ્યા નથી.